કાર્યવાહી:બાબરામાં કારમાં દારૂની હેરાફેરી કરનાર 4 શખ્સ ઝડપાયા, ફરિયાદ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 25,400નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

બાબરાના વેલનાથ સોસાયટીમાં રહેતા કિરીટ કેશુભાઈ સોલંકીના ઘરે એક કારમાં દેશી દારૂ આવી રહ્યો છે. તેવી પોલીસને બાતમી મળી હતી. ત્યારે ડીવાયએસપી જે.પી. ભંડારીના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસના પીએસઆઈ જે.એમ. કૈલાની રાહબરી નીચે રાજેન્દ્રસિંહ વાઘેલા, કિરણભાઈ સોલંકી, બાબુભાઈ પરમાર, જગદીશભાઈ રામાણીની ટીમે રેઈડ કરી હતી.

અહી કાર નંબર જી.જે. 05 આર.જે.1196માં અશરફ મહમદભાઈ સૈયદ, નીલેષ પ્રતાપભાઈ ધાધલ, કિરીટ કેશુભાઈ સોલંકી અને રાહુલ બાબુભાઈ ભવાણીયાને 200 લીટર દેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી દારૂ અને કાર મળી રૂપિયા 25400નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...