પાણીમાં ફસાયા:વડિયા તાલુકાના સનાળામા ગુરૂપૂર્ણિમા પર દર્શને ગયેલા 4 લોકો પાણીમાં ફસાયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરના ચારેય લોકોને તંત્રએ બચાવી લીધા: 108 મારફત કુંકાવાવ હોસ્પિટલે ખસેડ્યા

જેતપુરના ચાર લોકો આજે સનાળા ગામે ગુરૂપુર્ણીમા નિમીતે દર્શને ગયા હતા. પરંતુ અચાનક ભારે વરસાદના કારણે પુર આવી જતા ચારેય ફસાઇ ગયા હતા. જો કે તંત્રએ ચારેયને સહી સલામત બચાવ્યા હતા. આ ઘટના વડીયા તાલુકાના સનાળા ગામે બની હતી. જેતપુરના એક મહિલા સહિત ચાર લોકો આજે ગુરૂપુર્ણિમા હોય માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. જો કે આ દરમિયાન અહી ત્રણ વાગ્યા બાદ બે કલાકમા અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો.

જેના કારણે સ્થાનિક નદીમા પુર આવ્યુ હતુ અને કોઝવે પરથી પાણી વહેવા લાગતા ચારેય લોકો સામાકાંઠે ફસાઇ ગયા હતા. આ અંગે જિલ્લા કલેકટરને જાણ કરવામા આવતા તેમની સુચનાથી સ્થાનિક મામલતદાર, ટીડીઓ અને પીએસઆઇ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ચારેયને સહી સલામત બીજા કાંઠે લઇ આવી 108 એમ્બ્યુલન્સ મારફત કુંકાવાવ સરકારી દવાખાને ખસેડાયા હતા. ચારેય લોકો અહીના રાંદલમાના મંદિરે દર્શન માટે ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...