વ્યવસ્થા:ચોમાસાનો પ્રારંભ થાય તે પહેલાં જ જિલ્લાના 10માંથી 4 ડેમ છલોછલ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે મોડી સાંજે અમરેલી- બાબાપુર પંથકમાં ઝાપટાં
  • સિંચાઈ વિભાગે ફ્રડકંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત કર્યો

જિલ્લામાં ગત વર્ષે 172 ટકા જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે જિલ્લા 10 જળાશયો પાણીથી છલકાયા હતા. સારા વરસાદ અને ડેમમાં પાણીના પૂરતા જથ્થાના કારણે ઉનાળુ વાવેતર વધ્યું હતું. પણ વાવાઝોડાએ ખેતી પાકનું ચિત્ર પલટાવી નાખ્યું છે. વાવાઝોડાથી નુકસાન ઘણું થયું છે. પરંતુ આડકતરો ફાયદો પણ થયો છે. ચોમાસુ નજીક છે તે પહેલા જ જિલ્લાના ઘાતરવડી 1માં 100 ટકા, ખોડિયારમાં 72 ટકા, મુંજીયાસરમાં 89 અને સૂરજવડી ડેમમાં 96 ટકા પાણીનો જથ્થો જોવા મળે છે.

જિલ્લા જળ સિંચાઈ વિભાગે ચોમાસાને ધ્યાને રાખી ફ્રડકંટ્રોલરૂમ શરૂ કર્યો છે. જે 31 ઓક્ટોબર સુધી કાર્યરત રહે છે. જેમાં દર બે કલાકે ડેમ પરની સ્થતિ જાણવામાં આવશે. જિલ્લામાં આ 4 જળાશયોમાં ચોમાસામાં માત્ર 5 ઇંચ વરસાદ પડશે તો પણ પાણીનો પ્રવાહ છોડવાની તંત્રને ફરજ પડશે. આમ, ઉનાળામાં લોકોને પાણી પરોજણ રહી ન હતી.શનિવારે દિવસભર ઉકળાટ બાદ મોડી સાંજે અમરેલી- બાબાપુર પંથકમાં ઝાપટાં પડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...