સામુહિક આપઘાતનો પ્રયાસ:સાવરકુંડલાના ભમર ગામના એક જ પરિવારના 4 વ્યક્તિઓએ ઝેરી દવા પીધી, ઘરકંકાસના કારણે પગલું ભર્યું હોવાની ચર્ચા

અમરેલી18 દિવસ પહેલા
  • તમામ લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
  • પોલીસે તમામના નિવેદનો લઈ કાર્યવહી હાથ ધરી

સાવરકુંડલા તાલુકાના ભમર ગામે ગઈકાલે બુધવારે મોડી રાત્રે એક જ પરિવારના 4 વ્યક્તિઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. જેમને પ્રથમ સાવરકુંડલા હોસ્પિટલમાં અને ત્યારબાદ મોડી રાત્રે વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઘરકંકાસના કારણે પગલું ભર્યું હોવાનું સામે આવ્યું​​​​​​​
ભમર ગામના એક જ પરિવારના 4 વ્યક્તિઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ તમામ લોકોએ ઘર કંકાસના કારણે પગલું ભર્યું હોવાનુ જાણવા મળ્યું હતું. જેમાં 23 વર્ષીય રેખાબેન હકાભાઈ ખીમસૂરિયા, 30 વર્ષીય હકાભાઇ ભીમાભાઈ ખીમસૂરિયા, 50 વર્ષીય ભીમાભાઈ ભાણાભાઈ ખીમસૂરિયા અને 45 વર્ષીય સોમીબેન ભીમાભાઈ ખીમસૂરિયાનો સમાવેશ થાય છે.

પોલીસે તમામના નિવેદનો લઈ આગળની કાર્યવહી હાથ ધરી
આ સમગ્ર ઘટનામાં એક જ પરિવારના 4 વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તમામ લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં હાલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે. પોલીસ તપાસમાં ઘરકંકાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે તમામના નિવેદનો લઈ કાર્યવહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...