તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લાના રાજુલા, સાવરકુંડલા, અમરેલી અને બાબરા માર્કેટીંગયાર્ડ માર્ચ એન્ડિંગમાં વહીવટી હિસાબના કારણે છ દિવસ સુધી બંધ રહ્યા હતા. આજે આ તમામ માર્કેટીંગયાર્ડ ફરી ધમધમી ઉઠયા હતા. અહીં બજાર ખુલતાની સાથે રવિ જણસની મબલક આવક નોંધાઇ હતી.
જિલ્લામાં માર્ચ એન્ડિંગ નજીક આવતા તમામ સરકારી અને અર્ધસરકારી ક્ષેત્રમાં વહીવટી હિસાબો મેળવવાનું શરૂ થયું હતું. જિલ્લામાં અતિ મહત્વના અમરેલી, રાજુલા, સાવરકુંડલા અને બાબરા માર્કેટીંગયાર્ડમાં વહીવટી કામને લઈને 6 દિવસ બંધ કરાયા હતા. અહીં હરાજી સહિતની કામગીરી બંધ હતી. જ્યારે આજે તમામ માર્કેટીંગ યાર્ડ ફરી ખુલ્યા હતા. જેના કારણે માર્કેટમાં જણસની મબલખ આવક નોંધાઇ હતી.
અમરેલી માર્કેટીંગયાર્ડમાં નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે ઘઉં 3137, કપાસ 657, ચણા 1389, જીરૂ 168 અને ધાણાની 462 કવિન્ટલ આવક નોંધાઇ હતી. તેમજ રાજુલા, બાબરા અને સાવરકુંડલા માર્કેટીંગયાર્ડ પણ ઘઉં, ચણા, કપાસ સહિતની જણસથી ઉભરાયા હતા.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.