તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:સાવરકુંડલાના રામગઢમાં યુવક પર 4 શખ્સનો હુમલો, જુુનુ મનદુ:ખ રાખી કુહાડી વડે મારમાર્યો

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામે રહેતા એક યુવકને અહી જ રહેતા ચાર શખ્સોએ બોલાચાલી કરી કુહાડી વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવક પર હુમલાની આ ઘટના સાવરકુંડલાના રામગઢમા બની હતી. અહી રહેતા ભરતભાઇ સામતભાઇ નગડીયા નામના યુવકે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે,

ઘણા સમયથી મનદુખ હોય તેમજ ઘર પાસે દુકાન રાખેલ હોય જેનુ મનદુખ રાખી મનુ હાથીભાઇ ધાખડા, પ્રતાપ મનુભાઇ ધાખડા, વલકુ એભલભાઇ ખુમાણ અને તખુ વલકુભાઇ ખુમાણ નામના શખ્સોએ બોલાચાલી કરી હતી.આ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ કુહાડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત તલવાર લઇ મારવા દોડી ગાળો પણ આપી હતી. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો