તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળામાં ડિયો સેક્ટનનો પ્રોબ્લેમ વધ્યો:અમરેલીમાં એક માસમાં વીજ ફોલ્ટની 395 ગ્રાહકની ફરિયાદ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોલ્ટને પહોંચી વળવા ત્રણ સિફટમાં 5 કર્મીઓની ટીમ કાર્યરત
 • 12 ફીડરમાં 7 વખત ફોલ્ટ

અમરેલી શહેરમાં છેલ્લા એક માસમાં વીજ ફોલ્ટની 395 ગ્રાહકોએ પીજીવીસીએલને ફરિયાદ કરી છે. તેમજ એક માસમાં 12 ફીડર 7 વખત ફોલ્ટમાં ગયા હતા. શહેરમાં ઉનાળાની શરૂઆત થતા જ ડિયો ઉડવાના ફોલ્ટ સર્જાય છે. વીજ તંત્ર ફોલ્ટને પહોંચી ત્રણ સિફટમાં 5 કર્મચારીઓ કાર્યરત રહે છે.

અમરેલી શહેર પીજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર મહેશભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે શહેરમાં 40309 ગ્રાહક વીજ જોડાણ ધરાવે છે. અહીં ઉનાળાની શરૂઆત થતા ભેજનું પ્રમાણ ઘટડા વીજ ફોલ્ટનું પ્રમાણ ઘટ્યું છે. પ્રથમ એક માસમાં શહેરમાંથી 500 ગ્રાહકની વીજ ફોલ્ટ માટે ફરિયાદો આવતી હતી. પણ પાછલા એક માસમાં માત્ર 395 ગ્રાહકની વીજ ફોલ્ટની ફરિયાદ આવી છે. તેમજ 12 ફીડર પ્રથમ એક માસમાં 12 વખત ફોલ્ટમાં જતા હતા. પણ છેલ્લા એક માસમાં 7 વખત ફોલ્ટમાં ગયા હતા.

શહેરમાં ઉનાળા દરમીયા મોટા ભાગે પક્ષીના કારણે વીજ ફોલ્ટ સર્જાય છે. તેમજ ટ્રાન્સફોર્મમાં એસી જેવા ઇલેક્ટ્રીક ઉપકરણોથી ડિયો ઉડવાની ફરિયાદો પણ વધી છે. અમરેલીમાં અત્યારે વીજ ફોલ્ટને પહોંચી વળવા ત્રણ શિફ્ટમાં 5 કર્મીઓની ટીમ કાર્યરત રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો