તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કાેરાેનાના નવા દર્દી માટે જગ્યા કરવા 39 દર્દીને રજા અપાઇ: નવા 24 કેસ

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કાેરાેનાના દર્દીની કુલ સંખ્યા 3194, હાલ 171 દર્દી સારવાર હેઠળ

અમરેલી જિલ્લામા છેલ્લા આઠ દિવસ દરમિયાન આજે કાેરાેનાના સાૈથી વધુ 24 કેસ નાેંધાયા હતા. કાેવિડ હાેસ્પિટલાેમા દર્દીઆેની સંખ્યા વધી રહી હાેય આજે એકસાથે 39 દર્દીને રજા આપી દેવાઇ હતી. અમરેલી જિલ્લામા કાેરાેનાનાે ગ્રાફ નીચે લાવવામા તંત્રને સફળતા મળી રહી નથી. જાે કે તંત્ર દ્વારા કાેરાેના ટેસ્ટીંગ અને ગાઇડ લાઇનના ચુસ્ત અમલ માટે ઝુંબેશ જરૂર હાથ ધરવામા આવી છે. જેના કારણે કમસેકમ હાલતના તબક્કે કેસમા અસાધારણ ઉછાળાે નથી. આમ છતા આજે છેલ્લા આઠ દિવસ દરમિયાન સાૈથી વધુ પાેઝીટીવ કેસ નાેંધાયા હતા.

અમરેલી જિલ્લામા કાેરાેનાના 24 પાેઝીટીવ કેસ સામે આવ્યા હતા. જેને પગલે જિલ્લામા કુલ દર્દીઆેની સંખ્યા 3194 પર પહાેંચી છે. બીજી તરફ આજે એકસાથે 39 દર્દીને જુદીજુદી હાેસ્પિટલમાથી રજા આપી દેવાઇ હતી. ત્યારબાદ પણ હાલમા 171 દર્દી સારવાર હેઠળ છે. તંત્રના ચાેપડે અત્યાર સુધીમા કાેરાેનાથી 35 લાેકાેના માેત થયા છે.

સોરઠમાં વધુ 32 ને કોરોના, 19 ડિસ્ચાર્જ સોરઠમાં ગુરૂવારે વધુ 32 ને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 19 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હજુ 2,195 લોકો કન્ટેઇનમેજન્ટ ઝોનની કેદમાં છે. ગુરૂવારે જૂનાગઢ જિલ્લામાં 23 ને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ 23 કેસમાં જૂનાગઢ સિટીમાં 10, વિસાવદર તાલુકામાં 4, કેશોદ અને ભેંસાણ તાલુકામાં 3-3 જ્યારે માણવદર, માંગરોળ અને વંથલી તાલુકામાં 1-1 કેસ નોંધાયો છે.

દરમિયાન 13 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે.જૂનાગઢ જિલ્લામાં હજુ 71 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 525 ઘરના 2,195 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગિર સોમનાથમાં વધુ 9 ને કોરોના પોઝિટીવ આવ્યો છે અને 6 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો