તપાસ:રાજુલામાં એસટી બસમાંથી દારૂની 39 બોટલ ઝડપાઇ

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસ અને એસટી વિજીલન્સ સ્કવોડે તપાસ કરી

રાજુલામા આજે સવારના સવા નવેક વાગ્યાના સુમારે સ્થાનિક પોલીસ તેમજ એસટી વિજીલન્સ સ્કવોડ અમદાવાદ દ્વારા બાતમીના આધારે દિવ ભાવનગર રૂટની એસટી બસમા તપાસ કરાતા તેમાથી વિદેશી દારૂની 39 બોટલ ઝડપાઇ હતી.

એસટી બસમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયાની આ ઘટના રાજુલામા બની હતી. અમદાવાદ એસટી વિજીલન્સ સ્કવોડના આસીસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્રસિંહ બાબુભા તેમજ રાજુલા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બી.એમ.વાળાએ બાતમીના આધારે દિવ ભાવનગર રૂટની ગુર્જરનગરી બસ નંબર જીજે 18 ઝેડ 2349ની તલાશી લીધી હતી.

બસમાથી કાપડની ત્રણ અલગ અલગ થેલીમા તેમજ એક થેલામા મળી વિદેશી દારૂની જુદીજુદી બ્રાંડની કુલ 39 બોટલ બિનવારસી મળી આવી હતી. પોલીસે દારૂની 39 બોટલ કિમત રૂપિયા 3900નો મુદામાલ કબજે લઇ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...