તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જિલ્લામાં 1367 પશુપાલકને 3.79 કરોડની પશુ મૃત્યુ સહાય ચૂકવાઈ

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 તાલુકામાં તાઉતે વાવાઝોડામાં 6900 પશુઓના મોત નિપજ્યા હતા
  • 25 પશુપાલકને ડોક્યુમેન્ટના અભાવે સરકારે હજુ સુધી સહાઇ ચૂકવી નથી

અમરેલી જિલ્લામાં 1367 પશુપાલકોને 3. 79 કરોડની પશુ મૃત્યુ સહાય ચૂકવવામાં આવી છે. વાવાઝોડામાં 5 તાલુકામાં સૌથી વધુ પશુ મૃત્યુ થયા હતા. જેના કારણે જિલ્લા પશુપાલન વિભાગે સર્વે હાથ ધર્યો હતો. વાવાઝોડામાં 6900 પશુઓના મૃત્યુ થયા હતા. અમરેલી જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડો. ભાડજાએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારી તાલુકામાં સૌથી વધુ પશુ મૃત્યુ થયા હતા. જિલ્લામાં 6900 ગાય, ભેંસ, બકરી, બળદ અને ઘેટા સહિતના પશુઓના મૃત્યુ થયા હતા.

સરકારે જેના પશુ મૃત્યુ થયા હોય તેમને મિનિમન 3 પશુ મૃત્યુની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. અમરેલી જિલ્લામાં 1367 પશુપાલકોને 4916 પશુ મૃત્યુ સહાય પેટે 3.79 કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે. અને 25 પશુપાલકને ડોક્યુમેન્ટના અભાવે હજુ સુધી સહાય ચૂકવવામાં આવી નથી. વાવાઝોડામાં દુધાળા પશુઓના મૃત્યુ થતા પશુપાલકોની રોઝીરોટી પણ છીનવાઈ હતી.

ક્યાં પશુ દીઠ કેટલી સહાય ચૂકવાઇ ?

પશસહાય હજારમાં
ગાય30
ભેંસ30
બળદ25
બકરી3
ઘેટા3
નાના વાછરૂ16

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...