વિધાનસભા સંગ્રામ 2022:100 વર્ષથી ઉપરના 372 મતદાર, જિલ્લામાં પાંચ વિધાનસભા સીટ માટે કુલ 12.59 લાખ મતદારો

અમરેલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરેલી જિલ્લામાં જે મતદારોએ ઘરે મતદાનની ઇચ્છા વ્યકત કરી તેમના માટે અલગથી વ્યવસ્થા ગોઠવાઇ
  • ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા ટપાલથી મતદાનની પ્રક્રિયા આજે પુર્ણ થઇ

અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા સીટ માટે કુલ 12.59 લાખ મતદારો મતદાન કરવાના છે. જે પૈકી 372 મતદારો એવા છે જેઓ જીવનની સદી વટાવી ચુકયા છે. આ મતદારો ખાસ છે. કારણ કે તેઓ ઇચ્છે તો તંત્ર દ્વારા તેમના ઘરેથી પણ મત લઇ આવવાની વ્યવસ્થા ગોઠવાઇ છે. સમગ્ર રાજયમા 100 વર્ષથી ઉપરના 10357 મતદારો છે. ચુંટણીપંચ દ્વારા 100 વર્ષથી વધુ વયના હોય તેવા મતદારોની અલગથી નોંધ રાખવામા આવે છે. સૌરાષ્ટ્રમા ભાવનગર, રાજકોટ, કચ્છ અને જુનાગઢને બાદ કરતા સૌથી વધુ શતાયુ મતદારો અમરેલી જિલ્લામા છે.

અમરેલી જિલ્લામા 100 વર્ષથી વધુ વયના 372 મતદાર છે. ભાવનગર જિલ્લામા 628, રાજકોટ જિલ્લામા 547, કચ્છ જિલ્લામા 444 અને જુનાગઢમા 395 શતાયુ મતદારો છે. જયારે ગીર સોમનાથમા 278, પોરબંદરમા 109 શતાયુ મતદારો છે. જે તમામ વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કામા મતદાન કરશે. અમરેલી જિલ્લાની પાંચ બેઠક માટે ચુંટણીપંચ દ્વારા 80 વર્ષથી વધુ વયના કોઇપણ મતદાર પોતાના ઘરે બેઠા મતદાન કરવાની ઇચ્છા વ્યકત કરે તો ચુંટણીમા રોકાયેલો સ્ટાફ તેમના ઘરે જઇ તેમનો મત લઇ આવે તેવી વ્યવસ્થા ગોઠવવામા આવી છે.

જેના માટે તેમને ફોર્મ 12-ડી ફાળવવામા આવ્યા હતા. આ શતાયુ મતદારો પણ આ જ રીતે મતદાન કરશે. હાલમા અમરેલી જિલ્લાનુ ચુંટણી તંત્ર 80 વર્ષથી વધુ વયના મતદારોના ઘરે જઇ તેમના મત લઇ રહ્યું છે. આ ઉપરાંત દિવ્યાંગજનો અને કોવિડ પ્રભાવિત વ્યકિતઓ માટે પણ ટપાલ દ્વારા મતદાનની વ્યવસ્થા ગોઠવવામા આવી છે. બીજી તરફ ચુંટણી ફરજમા રોકાયેલા કર્મચારીઓ દ્વારા ટપાલથી મતદાનની પ્રક્રિયા આજે પુર્ણ થઇ હતી.આમ, ચૂંટણી ગણતરીના દિવસો બાકી હોય તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ ચાલી રહી છે.

ઇવીએમમાં ડેટા ફીટ કરવાનંુ કામ પુરજોશમાં
​​​​​​​જિલ્લાની પાંચેય સીટ પર ઉમેદવારો નક્કી થઇ ગયા બાદ હવે ઇવીએમમા તમામ ઉમેદવારોના ડેટા ફીટ કરવાનુ કામ પુરજોશમા ચાલી રહ્યું છે. આ માટે ટેકનીકલ ટીમ કામ કરી રહી છે. આ ડેટા ફીટ થઇ ગયા બાદ તેની ચકાસણી કરવામા આવશે. અને રાજકીય પક્ષોના પ્રતિનિધીઓની હાજરીમા પણ ચકાસણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...