સુવિધા:ઝુંપડપટ્ટીમાં વસતા 37 બાળકાેને સરકારી શાળામાં પ્રવેશ અપાયાે

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાેકલેટ અને ગુલાબનું ફુલ અાપી બાળકાેને શાળાએ આવકારાયા

કાેરાેનાના કપરા કાળ બાદ ધાેરણ 1 થી 5નુ શિક્ષણ કાર્ય શરૂ થયુ છે. શાળા શરૂ થયાના પ્રથમ દિવસથી જ છાત્રાે પણ ઉત્સાહભેર શાળાઅે જતા થયા છે. ત્યારે અમરેલીમા છેવાડાના વિસ્તારમા ઝુંપડપટ્ટીમા વસતા બાળકાે પણ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી મિલી અેજયુકેશન ગૃપ દ્વારા અાવા બાળકાેને પણ શિક્ષણ મળે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સમક્ષ જાણ કરતા અાજે 37 બાળકાેને સરકારી પ્રાથમિક શાળામા પ્રવેશ અપાયાે હતાે.

મિલી અેજયુકેશન ગૃપ દ્વારા અામ તાે પાછલા ઘણા સમયથી ઝુંપડપટ્ટીમા વસતા બાળકાે શિક્ષણ મેળવે તે દિશામા જહેમત ઉઠાવાઇ રહી છે. ગૃપ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના સભ્ય અતુલપુરી ગાેસાઇને ઝુંપડપટ્ટીમા વસતા બાળકાેને નગર પ્રાથમિક શાળામા પ્રવેશ મળે તે માટે સહયાેગ અાપવા જણાવાયું હતુ. જેને પગલે સમિતીના ચેરમેન તુષારભાઇ જાેષી, ડી.સી.ગાેલના માર્ગદર્શન મુજબ હનુમાનપરા પ્રાથમિક શાળાના અાચાર્ય સાથે વાત કરી અહીની શાળામા 25 બાળકાેને શાળામા પ્રવેશ અપાવાયાે હતાે. અહી ચાેકલેટ અને ગુલાબનુ ફુલ અાપી બાળકાેને શાળા પ્રવેશ કરાવી શુભેચ્છા પાઠવાઇ હતી.

બાળકાેને શિક્ષણ મળે અને સરકારી યાેજનાઅાેનાે લાભ મળે તેમજ ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી અા સેવાકીય કાર્ય કરવામા અાવ્યું હતુ. બાળકાેઅે પણ હાેંશેહાેંશે શાળામા પ્રવેશ મેળવી પાેતાની કારકિર્દી બનાવવા મક્કમતા દર્શાવી હતી.

12 બાળકાેને પાેલીસ લાઇન પ્રા.શાળામાં પ્રવેશ
અા ઉપરાંત અહીના ફાેરવર્ડ સર્કલ નજીક ઝુંપડપટ્ટીમા વસવાટ કરતા 12 બાળકાેને અહીની પાેલીસ લાઇન પ્રા. શાળા ખાતે પ્રવેશ અપાવાયાે હતાે.

બાળકો માટે વાહનની સુવિધા ઉભી કરાઇ
મિલી અેજયુકેશન ગૃપના સભ્યાે દ્વારા ઝુંપડપટ્ટીમા વસતા બાળકાે વધુને વધુ અભ્યાસ કરે તે હેતુથી બાળકાે માટે શાળાઅે અાવવા જવા વાહનની પણ સુવિધા ઉભી કરવામા અાવી હતી. અા ઉપરાંત અાવા બાળકાેને સ્લેટ, બુક પેન, પેન્સીલ સહિત શૈક્ષણિક કીટ પણ ગૃપ દ્વારા અપાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...