રોટરી ક્લબ ઓફ અમરેલી દ્વારા બોલવામાં ખામી, ઓટીઝમ તથા અલ્પવિકસિત વિકાસ માટેનો ઓનલાઈન કાઉન્સલીંગ તથા વેબિનાર યોજાયો હતો. જેમા 37 બાળકોનું નિદાન કરાયું હતુ.સામાન્ય રીતે આજે દરેક માં-બાપને એક ઈચ્છા હોય છે કે પોતાનું બાળક સંપૂર્ણ માનસિક રીતના સ્વસ્થ હોય તથા જીવનના દરેક તબક્કામાં યોગ્ય વર્તન તથા અભ્યાસમાં આગળ વધે. પરંતુ ધણી વખત ધણી મનોવૈજ્ઞાનિક તકલીફ તથા બાળમનોરોગો જેવી સ્થિતિને કારણે આ પ્રકારની તકલીફ ધર્વતું બાળક કે વિદ્યાર્થી યોગ્ય રીતે અભ્યાસ કરી શકતું નથી. શાળાના અભ્યાસમાં ધ્યાન આપી શકતું નથી.
તથા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થયી શકતો નથી.રોટરી ક્લબ ઓફ અમરેલી દ્વારા ઓનલાઇન માધ્યમથી મેન્ટલ હેલ્થ નિદાન કાઉનસ્લીંગ તથા વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી, રાજકોટ, ભાવનગર, અમદાવાદના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા બાળકોએ લાભ લીધો હતો.
જેમાં વધુ પડતા બાળકો તથા વિધ્યાર્થીઓને ડીસ્લેકીશ્યા, મનોરોગ, sld જેવી સ્થિતિનું નિદાન થયું હતું. આ નિદાન કેમ્પમાં તજજ્ઞ તરીકે ગુજરાતના જાણીતા સાયકોલોજીસ્ટ તથા ન્યુરો સાયન્ટીસ્ટ ડો ગૌરાંગ જોષી દ્વારા નિદાન તથા સાયકોમેટ્રિક એસસમેન્ટ કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવા માટે પ્રેસીડેન્ટ અંબરીશ રાજ્યગુરુ તથા પ્રોજેક્ટ ચેરમેન સંજય અપારનાથી, તપન સંઘવી દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.