• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • 36 Persons From Amreli District Were Arrested In A State Of Intoxication, Police Seized 7 Bottles Of Domestic Liquor From 5 Places And Another From Another Place.

કાર્યવાહી:અમરેલી જિલ્લામાંથી 36 શખ્સ નશોકરેલી હાલતમાં ઝડપાયા, પોલીસે 5 સ્થળેથી દેશી દારૂ અન્ય એક સ્થળેથી 7 બોટલ ઝડપાઇ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા દારૂનુ વેચાણ, હેરાફેરી અને નશાખઓરીની પ્રવૃતિને ડામવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે પોલીસે જિલ્લામા 36 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે 5 સ્થળેથી દેશીદારૂ અને આક સ્થળેથી ઇંગ્લીશ દારૂની 7 બોટલ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે હાથસણી, જાફરાબાદ, હામાપુર, ચક્રાવાપરા, ખડાધાર, મોટી કુંકાવાવ, ચલાલા, ચમારડી, બાબરા, ખારા, લીલીયા, દામનગર, ચાંચ, ધોળાદ્રી, ટીંબી, અમરેલી, રાજુલા, વંડા વિગેરે સ્થળેથી 36 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે ભગવતીપરા, ઇંગોરાળા, અમરેલીના ટીંબા, વડલીમાથી દેશીદારૂ કબજે લીધો હતો.

આ ઉપરાંત અમરેલી તાલુકા પોલીસે કેરીયાનાગસ ચોકડી પાસેથી બાઇક પર દારૂની હેરાફેરી કરતા જયદીપ મનુભાઇ કાળીયા અને સંજય નામના શખ્સને ઝડપી લઇ તેમની પાસેથી ઇંગ્લીશ દારૂની 7 બોટલ અને બાઇક મળી કુલ રૂપિયા 25943નાે મુદામાલ કબજે લીધઓ હતો. દારૂબંધી હોવા છતાં દારૂના કેસ ટપોટપ બહાર આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...