આંદોલન:7 ઓકટોબરે અમરેલી એસટી વિભાગની 358 બસ નહીં ઉપડે, અધિકારીઓની જોહુકમી સામે કુંડલા બગસરા ડેપોના કર્મીઓ ધરણા પર

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કર્મચારીઓએ સોમવારથી ડિવીઝન કચેરી સામે ધરણા શરૂ કર્યા છે.કર્મચારીઓ આ મુદ્દે ભારે આક્રોશ. - Divya Bhaskar
કર્મચારીઓએ સોમવારથી ડિવીઝન કચેરી સામે ધરણા શરૂ કર્યા છે.કર્મચારીઓ આ મુદ્દે ભારે આક્રોશ.
  • એસટી ડિવીઝન કચેરી સામે કર્મીઓ એ છાવણી નાખી રાજ્ય વ્યાપી આંદોલન સાથે જ બીજુ આંદોલન છેડયું

એક તરફ એસટીના કર્મચારીઓ પાેતાની જુદીજુદી માંગણીઓ સંબંધે રાજય વ્યાપી આંદાેલન ચલાવી રહ્યાં છે. અને અમરેલી જિલ્લામા પણ ત્રણેય યુનિયન લડત ચલાવી રહ્યાં છે. તેની વચ્ચે આજથી બગસરા અને સાવરકુંડલા ડેપાેના કર્મચારીઓએ સ્થાનિક અધિકારીઓની જાેહુકમી સામે આંદાેલન છેડયુ છે અને આજથી ડિવીઝન કચેરી સામે ધરણા શરૂ કર્યા છે. એસટીના કર્મચારી મહામંડળ અને મજદુર સંઘ દ્વારા આ આંદાેલન છેડવામા આવ્યું છે. આમ તાે બગસરાના ડેપાે મેનેજર સામે કર્મચારીઓમા લાંબા સમયથી કચવાટ જાેવા મળે છે. અને હવે આવી જ સ્થિતિ સાવરકુંડલા ડેપાેમા પણ નિર્માણ થઇ છે.

જેને પગલે કર્મચારીઓમા ભારે રાેષ છે. આજે સાવરકુંડલા અને બગસરા ડેપાેના કર્મચારીઓ દ્વારા આ બંને યુનિયનના નેજા હેઠળ આજથી અહીની ડિવીઝન કચેરી સામે આંદાેલનનાે આરંભ કરવામા આવ્યાે છે.યુનિયનના નેતાઓ દ્વારા અહી ધરણા માટે છાવણી નાખવા તંત્ર સમક્ષ પરમીશન મંગાઇ હતી અને તેમને આગામી 13મી તારીખ સુધી અહી ધરણાની મંજુરી મળી છે. યુનિયનના આગેવાનાેએ જણાવ્યુ હતુ કે બંને ડેપાેમા અધિકારીઓ દ્વારા કર્મચારીઓ પર જાેહુકમી કરવામા આવી રહી છે. રૂટ પર કાેને કાેને માેકલવા તેની બાબતમા પણ અધિકારીઓ દખલ કરી રહ્યાં છે. ગમે ત્યારે કાેઇપણ રૂટ કેન્સલ કરી નાખવામા આવે છે.

ડીસીનાે ચાર્જ પણ કાેઇને અપાતો નથી
એસટી કર્મચારી મંડળના મહામંત્રી રમેશભાઇ માલવીયાએ જણાવ્યું હતુ કે અહી એક મહિનાથી ડીસીનાે ચાર્જ પણ કાેઇને સાેંપાતાે નથી જેના કારણે કર્મચારીઓના કામાે અટકી ગયા છે. બગસરા અને કુંડલા ડેપાેમા અધિકારીઓ જાેહુકમી કરે છે. કર્મચારીઓને હેરાન કરે છે. - રમેશભાઇ

ડેપાે મેનેજરની બદલી થતા ફટાકડા ફુટયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે બગસરાના ડેપાે મેનેજરની થાેડા દિવસ પહેલા જામખંભાળીયા બદલી થતા નારાજ કર્મચારીઓએ ફટાકડા પણ ફાેડયા હતા. જાે કે પાછળથી રાજયના અન્ય ડેપાે મેનેજરની સાથે સાથે બગસરા ડેપાે મેનેજરની બદલી પણ બંધ રહી હતી.

1400 કર્મચારીઓએ માસ સીએલ મૂકી દીધી
​​​​​​​બીજી તરફ ત્રણેય કર્મચારી યુનિયને સંકલન સમિતી બનાવી જે લડત શરૂ કરી છે તેના ભાગરૂપે 7મી તારીખની અમરેલી ડિવીઝનના તમામ 1400 કર્મચારીઓએ માસ સીએલ મુકી દીધી છે. 7મી તારીખે અમરેલી ડિવીઝનની તમામ 358 બસના પૈડા થંભી જશે.

અન્ય સમાચારો પણ છે...