તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લામા અાવતીકાલે મકરસંક્રાંતિ પર્વની અાસ્થા સાથે ઉજવણી કરાશે. કાેરાેનાકાળની વચ્ચે અાવતીકાલે મકરસંક્રાંતિ પર્વની કાેવિડ ગાઇડલાઇન મુજબ લાેકાે ઉજવણી કરશે. સવારથી જ નાના બાળકાેથી લઇ મહિલા અને યુવાનાે અગાસી પર પતંગનાે પેચ લગાવવા પહાેંચી જશે. હાલ બજારમા પણ 35 પ્રકારની જુદીજુદી પતંગાે મળી રહી હતી. અા ઉપરાંત ફુગ્ગા, અવનવા મુખુટા, લાઇટીંગ ફુગ્ગા, પપુડા વિગેરેની યુવાનાેઅે ખરીદી પુર્ણ કરી લીધી છે. તાે મમરાના લાડુ, ચીકી, ખજુરપાક, શેરડી સહિત ખાદ્ય સામગ્રી લાેકાે અારાેગશે.
અા ઉપરાંત શહેરમા ગાૈશાળામા દાન માટે પણ અનેક સ્થળે સ્ટાેલ ઉભા કરાયા છે. જયાં લાેકાે દાન અાપી અાજના પવિત્ર દિવસે પુણ્યનુ ભાથુ બાંધશે. અા ઉપરાંત અાજના દિવસે લાેકાે ઉંધીયુ પણ અારાેગશે. સવારથી સાંજ સુધી અાકાશ રંગબેરંગી પતંગાેથી ઉભરાઇ જશે. હાલ તાે મકરસંક્રાંતિ પર્વને લઇને યુવાનાેમા ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યાે છે.
લાઠીમા પીજીવીસીઅેલના અધિકારીઅાે અને કર્મચારીઅાે દ્વારા ઉતરાયણના પાવન પર્વે ઝુંપડપટ્ટી વિસ્તારમા વસવાટ કરતા બાળકાેને પતંગ અને રંગબેરંગી પતંગાેનુ વિતરણ કરાયુ હતુ. જેથી બાળકાે ઉત્સાહમા અાવી ગયા હતા. અા સેવાકીય કાર્યમા નાયબ ઇજનેર અેમ.અેમ.કડછા, અેસ.અાર.પટેલ, અેસ.અાર.સરધારા, વી.અેમ.ડાભી, કે.સી.વ્યાસ વિગેરે જાેડાયા હતા.
અમરેલી દ્વારકેશ ગાૈશાળામાં અાજે ગાયાેને મિષ્ટ ભાેજન
મકરસંક્રાંતિના મહાપર્વ નિમીતે અાવતીકાલે તા. 14ના રાેજ સવારે 7 કલાકથી દ્રારકેશ ગાૈશાળાની તમામ ગાયાેને લાડુનુ મિષ્ટ ભાેજનઅપાશે.
અમરેલીમાં કામધેનંુ ગાૈશાળા માટે દાન સ્વિકારાશે
અમરેલીમા શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કામધેનુ ગાૈશાળામા બિમાર ગાયાેની સેવા કરાઇ રહી છે. ત્યારે મકરસંક્રાંતિ પર્વે જૈન દેરાસર પાસે, સેન્ટર પાેઇન્ટ સહિતના સ્થળાેઅે દાન સ્વીકારાશે.
ઘાયલ પક્ષીઅાે માટે હેલ્પલાઇનનાે સંપર્ક કરાે
બાબરામા જીવદયા પરિવાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડીયા દ્વારા સરકારી દવાખાના પાસે અને નાના બસ સ્ટેશન ખાતે ઘાયલ પક્ષી માટે સારવાર કેન્દ્રાે શરૂ કરાયા છે. ઘાયલ પક્ષી નજરે પડે તાે માૈલિકભાઇ તેરૈયા માે. નં 95379-61667 તેમજ યજ્ઞેશભાઇ શુકલ માે.નં 82008-14903નાે સંપર્ક સાધવા યાદીમા જણાવાયું છે. અા ઉપરાંત સાવરકુંડલામા પણ અાસ્થા વન પ્રકૃતિ ટ્રસ્ટના નંબર 93282-32094 પર સંપર્ક કરવા જણાવાયું છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.