પરિણામ:અમરેલીની ઓકસફર્ડ સ્કુલના 35 છાત્રો એ-1 ગ્રેડ સાથે ઝળકયાં

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાસભા સ્કુલના 12 છાત્રોએ પણ એ-1 ગ્રેડ મેળવ્યો

ધોરણ 10નુ પરિણામ આજે જાહેર થતા સમગ્ર જિલ્લામા અહીની ઓકસફર્ડ સ્કુલનુ પરિણામ સૌથી સુંદર રહ્યું હતુ. અહીના 35 છાત્રોએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો. જયારે 64 છાત્રોને એ-2 ગ્રેડ મળ્યો હતો. આમ 190માથી 99 છાત્રો ઉચ્ચ પરિણામ મેળવવામા સફળ રહ્યાં હતા.

સમગ્ર સ્કુલનુ પરિણામ 97.36 ટકા આવ્યુ઼ હતુ. સંસ્થાના ડિરેકટરો મયુરભાઇ ગજેરા, પ્રહલાદભાઇ વામજા અને નિલેશભાઇ ગજેરાએ છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત ચંપાબેન વસંતભાઇ ગજેરા માધ્યમિક સ્કુલનુ પણ 96.12 ટકા જેટલુ ઉંચુ પરિણામ આવ્યું હતુ. સંસ્થાના 12 છાત્રોએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો. સ્કુલના 49 છાત્રોએ 90થી વધુ પીઆર મેળવ્યા હતા. સંસ્થાના કેમ્પસ ડાયરેકટર હસમુખભાઇ પટેલે ઉર્તિણ છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...