કોરોના બેકાબૂ:જિલ્લામાં કોરોનાના નવા 34 કેસ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ કેસની સંખ્યા 1943 પર પહોંચી
  • અત્યાર સુધીમાં કુલ 32 મોત થયાં

અમરેલી જિલ્લામા કોરોના કેડો મુકતો નથી. દરરોજ કેસની સંખ્યા વધતી જાય છે. ત્યારે આજે જિલ્લામા કોરોનાના વધુ 34 કેસ નોંધાયા હતા. તંત્ર કોરોનાને નાથવા અનેક પ્રયાસો કરી રહ્યું છે. જો કે તેમ છતા દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે પણ જિલ્લામા કોરોનાના વધુ 34 કેસ નોંધાયા હતા. હાલ 251 દર્દીઓ હોસ્પિટલમા સારવાર લઇ રહ્યાં છે. આજે 22 દર્દી સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાથી રજા આપી દેવામા આવી હતી. અત્યાર સુધીમા જિલ્લામા કોરોનાથી 32 વ્યકિતના મોત થઇ ચુકયા છે. હાલ જિલ્લામા કુલ કેસની સંખ્યા 1943 પર પહોંચી છે.

સોરઠમાં વધુ 44 કોરોના પોઝિટીવ, 47 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા
સોરઠમાં શુક્રવારે વધુ 44 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે 47 ર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.સોરઠમાં શુક્રવારે આવેલા કેસ પર નજર કરીએ તો જૂનાગઢમાં 33 કોરોના પોઝિટીવ આવ્યા છે જેમાંથી 16 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે વંથલી તાલુકામાં 7, જૂનાગઢ તાલુકામાં 3, કેશોદ, મેંદરડા અને માંગરોળ તાલુકામાં 2 -2 અને ભેંસાણ તાલુકામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે 38 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. દરમિયાન શુક્રવારે નવા 7 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 297 લોકો કેદ થયા છે. હાલ જિલ્લામાં કુલ 130 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 998 ઘરના 3,864 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 2,589 એ પહોંચી છે. દરમિયાન ગિર સોમનાથમાં શુક્રવારે વધુ 11 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે અને 9 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...