હડતાલ:જિલ્લાના 310 તલાટી મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલામાં તલાટી મંત્રીઓએ તંત્રને આવેદન પાઠવ્યું

તલાટી મંત્રીઓની રાજય વ્યાપી હડતાલમા અમરેલી જિલ્લાના તલાટીઓ પણ જોડાતા આજે જિલ્લાના 310 તલાટીઓ અચૌક્કસ મુદત માટેની હડતાલ પર ઉતરી ગયા હતા અને રાજુલામા આવેદન પણ અપાયુ હતુ.તલાટી મંત્રીઓની અનેક માંગણીઓ સરકારમા વર્ષોથી પડતર છે. જેના ઉકેલ પ્રત્યે સરકાર ધ્યાન આપતી ન હોય અગાઉથી જ આ હડતાલનુ એલાન કરાયુ હતુ. ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળના એલાનને પગલે જિલ્લાની 519 ગ્રામ પંચાયતમા ફરજ બજાવતા 310 તલાટી આજે કામ પર આવ્યા ન હતા. તેમની આ હડતાલ જયાં સુધી પ્રશ્નોનુ નિરાકરણ ન આવે ત્યાં સુધીની છે.

જો કે તલાટી મંત્રીઓએ માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી કામગીરી અને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની કામગીરી એમ બે કામગીરીમા જ ભાગ લેવા માંગે છે. બાકીની તમામ કામગીરી આજથી બંધ કરી દેવાઇ હતી. દરમીયાન આજે રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના 150 જેટલા ગામડાઓના તલાટી મંત્રીઓ હડતાલમા જોડાયા હતા અને તંત્રને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણી દોહરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...