ગામમાં પ્રથમ વખત રકતદાન કેમ્પ:620 લોકોની વસતિવાળા વિરપુર ગામમાં 31 લોકોએ રક્તદાન કર્યું

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​ચાવંડના​​​​​​​ તબીબનંુ રકતદાન અંગે લોકજાગૃતિનુ મહાઅભિયાન

લાઠી તાલુકાના ચાવંડ પ્રાથમિક આરેાગ્ય કેન્દ્રની ટીમ જાન્યુઆરી માસથી જ આસપાસના ગામડાઓમા લોકો રકતદાન માટે જાગૃત બને તે માટે ભગીરથ પ્રયત્ન હાથ ધરી રહી છે. અમરેલી જિલ્લામા રકતની હંમેશા ખેંચ રહેતી જોવા મળે છે. શહેરી વિસ્તારમા કેટલાક લોકો નિયમીત રીતે રકતદાન કરે છે પરંતુ ગ્રામિણ વિસ્તારમા રકતદાતાઓનુ પ્રમાણ ઓછુ હોય અહીના તબીબ ડો.મુકેશ સીંગે ગ્રામિણ વિસ્તારમા જ રકતદાન કેમ્પો શરૂ કરવાનુ કામ કર્યુ છે.

જે અંતર્ગત આજે લાઠીના વિરપુર ખાતે પ્રાથમિક શાળામા રકતદાન કેમ્પ રખાયો હતો. નાના એવા ગામમા માત્ર 620 લોકો રહે છે. આમ છતા અહી 31 લોકોએ રકતદાન કર્યુ હતુ. જે મોટાભાગના પ્રથમ વખત રકતદાન કરવા આવ્યા હતા. ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ચાલુ વર્ષે આ રીતે ગ્રામિણ વિસ્તારમાથી 463 બોટલ રકત એકઠુ કરવામા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...