તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • 31 Jan Now For Road Repairs. Until The Soil Can Be Removed, The Collector Extended The Date With The Introduction Of The President, MP

આદેશ:રસ્તા રીપેરીંગ માટે હવે 31 જાન્યુ. સુધી માટી ઉપાડી શકાશે, પ્રમુખ, સાંસદની રજુઆતથી કલેકટરે તારીખ લંબાવી

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ધોવાઈ ગયેલા રસ્તાનું રીપેરીંગ કરવા માટે હવે ગ્રામ પંચાયત 31મી જાન્યુઆરી સુધી માટી ઉપાડી શકશે. અહીં જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની રજુઆતને ધ્યાને રાખી જિલ્લા કલેકટરે નવો હુકમ કર્યો છે. જિલ્લામાં ઓણસાલ 172 ટકા વરસાદ પડ્યો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. જેના રીપેરીંગ કામગીરી માટે માટી - મોરમ ઉપાડવા માટે ગ્રામ પંચાયતને 31- 10 સુધી મંજુરી આપતો પરિપત્ર જાહેર કર્યો હતો. પણ હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ સમારકામ કરવાના બાકી છે.

અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાને રજુઆત પહોંચી હતી. અહીં સરપંચની રજુઆતને ધ્યાને રાખી સાંસદ અને ભાજપ પ્રમુખે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. જેના કારણે જિલ્લા કલેકટર દ્વારા તેમના પરિપત્રને 31 જાન્યુઆરી સુધી લાંબાવી ગ્રામ પંચાયતને માટી અને મોરમ ઉપાડવાની મંજુરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...