જિલ્લામા જુગારની બદી સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે પોલીસે ખાંભામા આશ્રમપરામા જાહેરમા જુગાર રમી રહેલા જીવરા ભગુ વાઘેલા, અજય અરજણ ચાવડીયા, ભરત ભનુ ઓઢવીયા, રાહુલ શિવુ વાવડીયા, દિનેશ અરજણ ચાવડીયા, વલકુ ભગુ વાઘેલા, સુરેશ રામજી ચાવડીયા, નિશાબેન દિનેશ પરમાર, મંજુલાબેન ભગુ વાઘેલા, કાંતાબેન સવજી પાટડીયા, સંતોકબેન કાળુ પાટડીયા અને નબુબેન બાલા વાઘેલા નામના શખ્સોને ઝડપી લીધા હતા. અહીથી પોલીસે 14160ની મતા કબજે લીધી હતી.
જયારે બગસરા તાલુકાના લુંઘીયામા જાહેરમા જુગાર રમી રહેલા બચુ રાણા શેખ, ઘનશ્યામ મનજી હિરપરા, મનુ પોપટ રફાળીયા, ભરત પાચા ગઢીયા, ઘનશ્યામ કાળુ ગઢીયા, મુકેશ નાથા પાઘડાળ, ચંદુ નાનજી સતાણી, કલ્પેશ ભીમ ગઢીયા, ભાર્ગવ હાથીભાઇ વાળા નામના શખ્સોને ઝડપી લઇ 82810નો મુદામાલ કબજે લીધો હતો.
આ ઉપરાંત પોલીસે અમરેલીમા કુંકાવાવ જકાતનાકા નજીકથી નિકુંજ બાબુ ચાવડા, કપીલ બાબુ ચાવડા, કલ્પેશ બાબુને 2750ની મતા સાથે તેમજ સીટી પાેલીસે જેશીંગપરામાથી વિનુ અમરશી સિધ્ધપુરા, ચતુર ખાેડા રાઠાેડ, જયદીપ બચુ ભટ્ટી, મહેશ બાબુ થળેસા અને પ્રવિણ મનસુખ તેમજ મુકેશ જાદવ મકવાણાને જુગાર રમતા ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.