સન્માન:રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના કોળી સમાજના 3 યુવાનો BSF ટ્રેનિંગ પૂર્ણ કરી ગામડે પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત કોળી સમાજના પ્રમુખ હીરા સોલંકીએ ભવ્ય સન્માન કર્યું મોટી સંખ્યામાં ગ્રામલોકોએ ઉપસ્થિત રહી યુવાનોનું સામૈયા સાથે સન્માન કર્યુ

અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના કોળી સમાજના 3 યુવાનો BSF ટ્રેનિંગ પૂર્ણ કરી ગામડે પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોળી સમાજના પ્રમુખ હીરા સોલંકી દ્વારા આ યુવાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના કોળી સમાજના યુવાન ભરતભાઇ મકવાણા BSFની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આજે રવિવારે આવતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વીર સેનિક ને વંદન કરવા માટે ડી.જે.ના તાલથી ઘોડા ઉપર બેસાડી તેનું સામૈયા સાથે તેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ રાજુલા તાલુકાના કોટડી ગામના કોળી સમાજ યુવાન સંજયભાઈ બાંભણીયા અને ખાંભાના તાલડા ગામના કોળી સમાજ યુવાન અશોકભાઈ ડોડીયા BSFની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા ગ્રામજનો દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ત્રણેય ગામના યુવાનોનું સ્વાગત કરવા ગુજરાત કોળી સેના પ્રમુખ અને સરકારના પૂર્વ સંચદીય સચિવ હીરા સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોળી સમાજના સ્થાનીક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કોળીસેના પ્રમુખ હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, આપડા 3 જવાનો હવે દેશની સુરક્ષા કરવા જઈ રહ્યા છે, જે આપડા સમગ્ર કોળી સમાજ માટે તો ગૌરવની વાત છે ઉપરાંત આ ગામો અને તાલુકાનું પણ તેઓએ ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...