બેકાળજી:રાજુલા કોર્ટ મુદતમાં ગયેલો દુષ્કર્મ કેસનો આરોપી ભાગી જતાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસવડાએ કર્યો હુકમ - હાથકડી કાઢી હોટેલમાંથી નાસી ગયો હતો

બે દિવસ પહેલા અમરેલી જેલ જાપ્તાના પોલીસકર્મીઓ દુષ્કર્મના કેસમા એક આરોપીને લઇ રાજુલા કોર્ટ મુદતમા ગયા હતા ત્યારે આ આરોપી નાસી ગયાની ઘટનામા ઘોર બેકાળજી દાખવનાર ત્રણ પોલીસકર્મીને પોલીસવડાએ સસ્પેન્ડ કરી દીધા છે.

અમરેલી જિલ્લા પોલીસવડા દ્વારા પોલીસ જાપ્તાની ફરજ બજાવતા કર્મચારી મનુભાઇ નાનજીભાઇ વાઘેલા, ડાયાભાઇ કાંતીભાઇ પરમાર અને હિમાલયભાઇ રમેશભાઇ કાલાવડીયાને સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. આ ત્રણેય પોલીસ કર્મચારીઓ બે દિવસ પહેલા પીપાવાવ મરીન પોલીસ મથકમા નોંધાયેલા દુષ્કર્મના કેસના આરોપી સવજી ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયાને લઇ રાજુલા કોર્ટ મુદતમા ગયા હતા.

આરોપીને લઇ ત્રણેય પોલીસકર્મી સ્થાનિક હોટેલમા જમવા માટે ગયા હતા. જયાં પોલીસની નજર ચુકવી હાથકડીમાથી હાથ સેરવી આ શખ્સ પાછળના ભાગેથી નાસી ગયો હતો. જેને પકડવા પોલીસે નાકાબંધી પણ કરી હતી. પરંતુ આ આરોપી હાથમા આવ્યો ન હતો. હાલમા જુદીજુદી ટીમો બનાવી આ શખ્સને પકડવા દોડધામ કરાઇ રહી છે. પરંતુ આરોપી હાથમા આવે તે પુર્વે પોલીસવડાએ પોતાની ફરજમા બેદરકારી દાખવનાર ત્રણેય પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...