ફરિયાદ:લાઠીમાં 3 શખ્સે ઉશ્કેરાઇ જઇ માતા પુત્રને ઝઘડા મુદે સમજાવવા જતાં ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લાઠીમા રહેતા એક મહિલાના પુત્રને ઝઘડો થયો હોય તે મુદે સમજાવવા જતા ત્રણ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જુલીબેન રહીમભાઇ ટાંક (ઉ.વ.60) નામના વૃધ્ધાએ લાઠી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેના દીકરા અફઝલ અને આદમભાઇ વચ્ચે ગાળાગાળી થઇ હોય તેને સમજાવવા જતા આદમ કાળાભાઇ પરમાર, આસીફ ઉર્ફે ભુરો અને ઇમરાન નામના શખ્સોએ બોલાચાલી કરી વૃધ્ધા અને તેના પુત્રને મારમારી ઇજા પહોંચાડી હતી.

જયારે આદમભાઇ કાળાભાઇ પરમારે વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પુત્રને અફઝલભાઇએ ફોનમા ગાળો આપી હોય જે મુદે ઠપકો આપતા અફઝલે ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ છકડો રીક્ષાના કાચ તોડી નુકશાન કર્યુ હતુ. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ એએસઆઇ જે.આર.હેરમા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...