પાસા હેઠળ કાર્યવાહી:અમરેલી જિલ્લાના 3 શખ્સોની અટકાયત કરી રાજ્યની અલગ અલગ જેલમાં મોકલાયા

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઠી તાલુકાના 2 બુટલેગરો અને એક સાવરકુંડલા તાલુકાનો માથાભારે શખ્સ સામે કાર્યવાહી

ભાવનગર રેન્જ આઈ.જી.અશોક કુમાર યાદવ દ્વારા દરેક જિલ્લામાં કુખ્યાત ગુન્હેગારો અને અસામાજિક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો સામે પાસા અને તડીપાર કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સૂચના આપ્યા બાદ અમરેલી અધિક્ષક હિમકર સિંહ દ્વારા જિલ્લામાં દારૂ નું ગેરકાયદેસર વહેચાણ ઠેર ઠેર ઉત્પાદન અને સંગ્રહની પ્રવૃત્તિ કરતા દારૂના ધંધાર્થીઓ ઈસમો તથા જીવલેણ અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે ગુન્હો કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખવાના તથા પોહીબિશનના કાયદા ઓ હેઠળ કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને લઈ જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક પ્રવૃત્તિઓ કરતા દારૂના ધંધાર્થીઓ ઈસમો તથા ભયજનક ઈસમો વિરુદ્ધ પુરાવા એકઠા કરી પાસા દરખાસ્ત તૈયાર કરી અમરેલી મેજિસ્ટેટ કચેરી ખાતે મોકલી આપ્યા હતા.

પ્રોહી બુટલેગરો ઇસમોની સમાજ વિરોધી પ્રવુતિ તથા શરીર સંબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમોની સમાજ વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાની જરૂર જણાતા અમરેલી જિલ્લા મેજિસ્ટેટ ગૌરાંગ મકવાણા,જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સૂચના આપતા અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ત્રણ ત્રણેય ઇસમોને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરવામાં આવી છે.

દારૂના ધંધાર્થી નિકુક ઉર્ફે ભલો હંસરાજ ઝાપડીયા રે.ટોડા તાલુકો લાઠીને અમદાવાદ મધ્યસ્થ જેલ, વિજય ઉર્ફે લાલો બંધિયા રે ટોડા તાલુકો લાઠીને સુરત લાજપોર જેલ અને દાઉદ કાળુભાઇ મોરી રે મણીનગર સાવરકુંડલા ભયજનક ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને મહેસાણા સબ જેલમાં ધકેલાયો છે. આ ત્રણેય અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામતા ગુન્હેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...