છેતરપીંડી:અમરેલીના વૃદ્ધ સાથે 3 શખ્સે 55 લાખની છેતરપિંડી આચરી

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઊંચા વળતરની લાલચે રાેકાણ કરાવ્યા બાદ હાથ ઊંચા કરી દીધા

અમરેલીમા ભાેજલરામ વાડી પાસે રહેતા 81 વર્ષીય વૃધ્ધે ઉંચા વળતરની લાલચમા અમરેલીના બે શખ્સાેના કહેવાથી અમદાવાદની પેઢીમા રૂપિયા 55 લાખની રકમ રાેકયા બાદ અા પેઢી દ્વારા હાથ ઉંચા કરી દેવાતા વૃધ્ધે ત્રણ શખ્સાે સામે છેતરપીંડીની ફરિયાદ નાેંધાવી છે. અમરેલીમા નિવૃત જીવન જીવતા અને માેટા બસ સ્ટેન્ડ પાછળ ભાેજલરામ વાડી નજીક રહેતા મનજીભાઇ ભીમજીભાઇ તળાવીયા (ઉ.વ.81) નામના વૃધ્ધ સાથે બની હતી.

તેમણે અા બારામા અમદાવાદના અતુલકુમાર શાહબદયાલસિંગ રાજપુરત સામે તથા અમરેલીમા લાઠી રાેડ પર વૃંદાવન પાર્કમા બ્લાેક નં-65મા રહેતા ઘનશ્યામભાઇ ભાયશંકરભાઇ જાેશી અને તેના પુત્ર હેમંત સામે સીટી પાેલીસમા ફરિયાદ નાેંધાવી છે. જેમા તેણે જણાવ્યું હતુ કે ઘનશ્યામભાઇ તેના મિત્ર છે. તેમની બિનખેતી થયેલી જમીનના પ્લાેટના વેચાણથી તેની પાસે 55 લાખ રૂપિયા અાવ્યા હાેય ઘનશ્યામભાઇ અને તેના પુત્રઅે ઉંચુ વળતર જાેતુ હાેય તાે અમદાવાદની યુવાનિધી કંપની લીમીટેડમા રાેકાણ કરવા લાલચ અાપી હતી.

અમદાવાદનાે અતુલકુમાર રાજપુત અા કંપનીનાે અેમડી હાેય અને હેમંત કંપનીની અમરેલીની બ્રાંચનાે વહિવટ કરતાે હાેય તેમણે અા રકમ તેમા રાેકી હતી. જાે કે પાકતી મુદત બાદ તેઅાે રકમ લેવા ગયા ત્યારે પેઢીઅે હાથ ઉંચા કરી દીધા હતા. અમરેલીની બ્રાંચને પણ તાળા લાગી ગયા હતા. છેતરપીંડી થયાની જાણ થતા જ તેમણે પાેલીસ મથકે દાેડી જઇ ત્રણેય સામે ફરિયાદ નાેંધાવી હતી.

કંપનીના MDઅે જવાબ અાપવાનું પણ બંધ કર્યું
વૃધ્ધે જયારે કંપનીના અેમડી અતુલ રાજપુતનાે ટેલીફાેન પર સંપર્ક કર્યાે ત્યારે પ્રથમ તાે અાેફિસનુ રીનાેવેશન ચાલે છે બાદમા ડિપાેઝીટના નાણા મળી જશે તેવાે જવાબ અાપ્યાે હતાે. પરંતુ બાદમા યાેગ્ય જવાબ પણ અાપતાે ન હતાે અને અંતમા ફાેન પણ બંધ કરી દીધાે હતાે.

કંપનીઅે માેટી સંખ્યામાં લાેકાેને શીશામાં ઉતાર્યા
અમદાવાદની અા પેઢી ઉંચા વળતરની લાલચ અાપતી હતી અને અમરેલીમા બ્રાંચ ખાેલી મેનેજરની પણ નિમણુંક કરી હતી. ત્યારે અા પેઢીઅે વૃધ્ધ નહી પરંતુ માેટી સંખ્યામા લાેકાેને અા રીતે શીશામા ઉતાર્યા હાેવાનુ મનાય છે.

અન્ય સમાચારો પણ છે...