તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:માેટા બારમણ ગામે આધેડની હત્યા કરનાર 3 શખ્સ ઝડપાયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીને ભગાડી જનાર યુવકના પિતાને લાકડીઓના ઘા ઝીંકી હત્યા કરી "તી
  • પોલીસે અકસ્માતે મોત થયાનું નોંધી ઉંડી તપાસ કરતા ભાંડો ફૂટ્યો"તો

ખાંભાના માેટા બારમણ ગામે થાેડા દિવસ પહેલા અેક અાધેડની લાકડી અને બાેથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાખવામા અાવી હાેવાના ગુનામા ખાંભા પાેલીસે ત્રણેય હત્યારાઅાેની ધરપકડ કરી છે.

હત્યા કેસમા સંડાેવાયેલા માેટા બારમણના દિનેશ ભગવાનભાઇ વાળા, ભરત મંગાભાઇ ચાૈહાણ અને રાજુલા તાલુકાના જુની કાતર ગામના ભીખુ સાેમાતભાઇ મકવાણા નામના શખ્સાેની અાજે ધરપકડ કરી હતી. ત્રણેય શખ્સાેઅે બાર દિવસ પહેલા ગીગાભાઇ નાનજીભાઇ બારૈયાની લાકડી અને બાેથડ પદાર્થના ઘા મારી હત્યા કરી નાખી હતી. ગીગાભાઇનાે પુત્ર રાહુલ ગામની જ અેક યુવતીને ગત મહિને ભગાડી ગયાે હતાે. ત્યારથી યુવતીના પરિવારના લાેકાે અા યુવકને શાેધતા હતા.

યુવતીના કાકા દિનેશ ભગવાન વાળા અને અન્ય ત્રણ શખ્સાેઅે ગત ત્રીજી તારીખે રાત્રે વાડી વિસ્તારમા જઇ ગીગાભાઇ બારૈયા જયાં મજુરીકામ કરતા હતા ત્યાં તેમના પર હુમલાે કરી હત્યા કરી નાખી હતી. હાથ ભાંગી ગયેલી તથા લાેહી નીતરતી હાલતમા તેમની લાશ મળી અાવી હતી. અગાઉ પાેલીસે અકસ્માતે માેત થયાનુ નાેંધી ઉંડી તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન તેમની હત્યા કરાઇ હાેવાનુ ખુલતા પાેલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...