• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • 3 Of The Elders Of The Old Age Home In Amreli Are Positive, 8 Out Of 11 With Symptoms Are Negative, The Rest Will Be Reported Today.

કોરોના અપડેટ:અમરેલીમાં વૃદ્ધાશ્રમના 3 વડીલ કોરોના પોઝિટિવ, લક્ષણો ધરાવતા 11માંથી 8 નેગેટીવ, બાકીનાનો રીપોર્ટ આજે આવશે

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વૃદ્ધાશ્રમના તમામ 107 વડીલાેના કાેરાેના ટેસ્ટ કરાયા

અમરેલી જિલ્લામા કાેરાેનાની ત્રીજી વેવ માથુ ઉંચકી રહી છે. અને રાેજેરાેજ પાેઝીટીવ કેસ સામે અાવી રહ્યાં છે. તેની વચ્ચે અાજે અમરેલીના વૃધ્ધાશ્રમ દીકરાના ઘરમા 11 વૃધ્ધાે બિમાર જણાતા તેમના કાેરાેના ટેસ્ટ કરાયા હતા. જે પૈકી 3 વૃધ્ધના રીપાેર્ટ પાેઝીટીવ અાવતા તેમને સારવાર માટે સિવીલમા ખસેડાયા છે. બાદમા તંત્રઅે અહી રહેતા તમામ વૃધ્ધાેના ટેસ્ટ કર્યાે છે. જેનાે રીપાેર્ટ કાલે અાવશે. અમરેલી શહેરના હવે દરેક વિસ્તારમા કાેરાેના પગપેસારાે કરી રહ્યાે છે. શહેરના જુદાજુદા વિસ્તારમાથી દર્દીઅાે પાેઝીટીવ અાવી રહ્યાં છે જે અાવનારા ખતરાની ઘંટડી સમાન છે.

અાજે કાેરાેનાઅે અમરેલીના વૃધ્ધાશ્રમમા પગપેસારાે કર્યાે હતાે. અહી લાઠી રાેડ પર અાવેલા દીકરાના ઘરમા 11 વૃધ્ધાે બિમાર જણાતા તેમના કાેરાેના ટેસ્ટ કરવામા અાવ્યા હતા. જે પૈકી 3 વૃધ્ધ વડિલાેનાે કાેરાેના રીપાેર્ટ પાેઝીટીવ અાવ્યાે હતાે. જયારે બાકીના 8 વડિલાેનાે રીપાેર્ટ નેગેટીવ અાવ્યાે હતાે. બીજી તરફ તંત્ર દ્વારા સાવચેતી ખાતર અહી વસતા તમામ 107 લાેકાેનાે કાેરાેના ટેસ્ટ કરવામા અાવ્યાે છે. જેનાે રીપાેર્ટ અાવતીકાલ અાવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. અામ તાે પાેઝીટીવ અાવેલા ત્રણેય વડિલાેમા કાેઇ ગંભીર લક્ષણાે જણાયા ન હતા.

પરંતુ અહી અારાેગ્યની વિશેષ સુવિધા ન હાેય સાવચેતી ખાતર ત્રણેયને હાલમા અમરેલી સિવીલમા નર્સિંગ હાેસ્ટેલમા ઉભા કરાયેલા ખાસ વાેર્ડમા દાખલ કરવામા અાવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમરેલીના ચિતલ રાેડ સહિત જુદાજુદા વિસ્તારમાથી પાેઝીટીવ દર્દી સામે અાવી ચુકયા છે. ગત મે માસ બાદ સાત મહિના પછી અમરેલી જિલ્લામા ફરી અેકવાર કાેરાેનાના કેસમા અાટલાે જબ્બર ઉછાળાે જાેવા મળી રહ્યાે છે.

ગુજરાતમા અને સમગ્ર દેશમા કાેરાેનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે ત્રીજી લહેરની ઘંટડી વાગી ચુકી હાેય તેમ અમરેલી જિલ્લામા પણ કેસાે સતત વધી રહ્યાં છે. અમરેલી સિવીલ હાેસ્પિટલમા તાવ, શરદી, ઉધરસના લક્ષણ સાથે સારવાર લેવા અાવનાર દર્દીઅાેના કાેરાેના ટેસ્ટ કરાઇ રહ્યાં છે. અમરેલી શહેરમા અાજે 346 ટેસ્ટ કરાયા હતા. જયારે સાવરકુંડલામા 368 અને લાઠીમા 291 તથા બાબરામા 256 મળી જિલ્લામા કુલ 2405 લાેકાેના ટેસ્ટ કરાયા હતા. જે પૈકી અા 3 કેસ પાેઝીટીવ નીકળ્યા હતા.

અમરેલી શહેરમા ંકુલ 8 પાેઝિટિવ કેસ થયા
કાેરાેનાની અા નવી લહેરમા સાૈથી વધુ પાેઝીટીવ કેસ અમરેલી શહેરમા જાેવા મળી રહ્યાં છે. અત્યાર સુધીમા અમરેલી શહેરમા કુલ 8 પાેઝીટીવ કેસ નાેંધાયા છે. સિવીલ હાેસ્પિટલમા જ નાેકરી કરતા ડાેકટર અને તેના પત્ની ઉપરાંત ચિતલ રાેડ પર રહેતા શિક્ષક અને દીકરાના ઘરના ત્રણ વડિલાે સહિત અા અાઠ કેસ સામે અાવ્યા છે.

કુંડલામાં પણ લાલબતી : કુલ 5 કેસ પાેઝિટિવ
​​​​​​​જિલ્લામા કાેરાેનાના કેસ અમરેલી બાદ સાૈથી વધ કુંડલા પંથકમા જાેવા મળી રહ્યાં છે. કુંડલામાથી અત્યાર સુધીમા 5 પાેઝીટીવ દર્દી સામે અાવ્યા છે.

નવી લહેરમાં જિલ્લામાં કુલ 21 કેસ
અમરેલી જિલ્લામા કાેરાેનાની નવી લહેર શરૂ થયા બાદ છેલ્લા અેક પખવાડીયામા કુલ 21 પાેઝીટીવ કેસ નાેંધાયા છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કાેરાેનાના અાગમન પછીથી અત્યાર સુધીમા જિલ્લામા તંત્રના ચાેપડે કુલ 10543 કેસ નાેંધાઇ ચુકયા છે.

અન્ય સમાચારો પણ છે...