તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહબાળ મોત:અમરેલીના ભેરાઈ રેવન્યૂ વિસ્તારમાં 3 માસના બીમાર સિંહબાળનું મોત, પીએમ રિપોર્ટ બાકી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ભેરાઈ રેવન્યુ વિસ્તારમા 3 થી 5 માસ નુ સિંહબાળ બીમાર હોવાના સમાચાર મળતા રાજુલા બૃહદગીર રેન્જ વનવિભાગની ટીમ પોહચી તાત્કાલિક સિંહબાળ નુ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જાફરાબાદ તાલુકાના બાબરકોટ એનિમલ કેરસેન્ટર ખાતે લઇ જવાયું હતું. જ્યા તેમની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

ત્યારબાદ વનવિભાગના ડોક્ટર દ્વારા તેમનુ પી.એમ કરાયુ છે અને તેમના સેમ્પલ લઇ ને જૂનાગઢ ખાતે લેબમાં મોકલી આપ્યા છે હજુ સુધી વનવિભાગ દ્વારા કોઈ ખાસ કારણ જાહેર નથી કર્યું સિંહબાળ નું ક્યાં કારણો થી મોત માત્ર હાલ તો બીમારીના કારણે સિંહબાળ મોત નીપજ્યું છે.

રાજુલા રેન્જના આરએફઓ હિતેન્દ્ર સિંહ વાઘેલા એ જણાવ્યું રેવન્યુ વિસ્તારમાં સિંહબાળ બીમાર હતું જેથી તેમનું વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બાબરકોટ એનિમલ લઈ જવાયું તેમની સારવાર ચાલતી હતી તે દરમ્યાન મોત નીપજ્યું છે જયારે પી.એમ રિપોર્ટ હજુ આવ્યો નથી.

પી.એમ કરનાર ડોક્ટર શું કહે છે? બીમાર સિંહબાળનું મોત થયા બાદ ડોક્ટર બ્રિજેશ પટેલ નો સંપર્ક કરતા કહ્યું પી.એમ કરી તેમનું સેમ્પલ ઉપર મોકલી આપ્યું છે રિપોર્ટ ડીવીજન ને મોક્લાવીશું હાલ સિંહબાળ કેવી રીતે મોત તે ના કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...