ક્રાઇમ:ગઢડા સ્વામિનારાયણ મંદિરના 2 સહિત 3 સાધુનું મહિલા પર દુષ્કર્મ

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષથી દુષ્કર્મ ગુજારતા હતા, મહિલાને ધમકી આપતા કે, કોઈને કહીશ તો ચોરીના ગુનામાં ફસાવી દઈશું
  • ત્રણેય આરોપી સાધુઓની ધરપકડ કરાઈ

ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના બે સાધુ અને દામનગર પાસે આવેલા એક સાધુએ મળીને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન સાત વખત બોટાદની મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમ જ આ ત્રણેયે મહિલાને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને જણાવીશ તો ચોરીના ગુનામાં ફસાવી દઈશું. દામનગર પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

દામનગર પાસે આવેલા નારાયણનગર ગામમાં રઘુરામ ભગત નામનો સાધુ સંત દેવીદાસ આશ્રમ ચલાવે છે. દુષ્કર્મનાે ભાેગ બનેલી મહિલાને બાેટાદથી તેણે આશ્રમમાં મજૂરી કામ માટે બાેલાવી હતી. ગઢડામા જૂના સ્વામિનારાયણ મંદિરમા રહેતા જગદીશ ભગત અને ભાવેશ ભગત એમ બંને સાધુ ભગતાે અવારનવાર કાર લઇ આ આશ્રમમાં આવતા હતા. 

મહિલાએ દામનગર પાેલીસ મથકે ત્રણેય સાધુ સામે ફરિયાદ નોંધાવી
દોઢ વર્ષ પહેલા ગઢડાથી બંને ભગતે કાર લઇ આશ્રમમા આવ્યા હતા અને આ મહિલા પર દુષ્કર્મ આચર્યું. બંને ત્યાંથી ચાલ્યા ગયા બાદ રઘુરામ ભગતે પણ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મહિલાને જાે આ અંગે કાેઇને વાત કરશે તાે મંદિરમા ચાેરી કરવાના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ચૂપ કરાવી દેતા હતા. આખરે કંટાળેલી મહિલાએ દામનગર પાેલીસ મથકે ત્રણેય સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

આ અંગે જિલ્લા પાેલીસવડા નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, આ કેસમાં નારાયણનગરના રઘુરામ ભગત, ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરમા રહેતા જગદીશ ભગત અને ભાવેશ ભગતની ધરપકડ કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...