હુમલો:સાવરકુંડલામાં યુવક પર 3 શખ્સનો કુહાડી વડે હુમલો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
  • બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી

સાવરકુંડલામા રહેતા એક યુવકને અહી જ રહેતા ત્રણ શખ્સોએ કુહાડી વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવકને મારમાર્યાની આ ઘટના સાવરકુંડલામા બની હતી. અહીની દાસીજીવણ સોસાયટીમા રહેતા પ્રકાશભાઇ મોહનભાઇ બારૈયા (ઉ.વ.35) નામના યુવાને સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના બહેનની સગાઇ થઇ ગઇ હોય રાહુલ હિમત ગલસાણીયા નામના યુવકે સગાઇ તોડી નાખવાનુ કહેતા તેને ઠપકો આપ્યો હતો.જેના કારણે રાહુલ તેમજ હિમતભાઇ, રમીલાબેન વિગેરેએ બોલાચાલી કરી કુહાડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ડાભી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...