બોલાચાલી:છતડિયા નજીક તંબુ સળગાવી 3 મજુર પર પાઇપ વડે હુમલો

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંબુ પાસે પેશાબ કરવાની ના પાડતા 8 શખ્સે બોલાચાલી કરી
  • બનાવ અંગે રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

રાજુલા તાલુકાના છતડીયા નજીક પુલ બનાવવાનુ કામ શરૂ હોય અને અહી તંબુ બાંધીને રહેતા મજુરોએ તંબુ પાસે પેશાબ કરવાની ના પાડતા આઠ શખ્સોએ તંબુ સળગાવી ત્રણ મજુરોને મારમારી ઇજા પહોંચાડતા આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

શ્રીરંગ વિજય કુલકર્ણી (ઉ.વ.30)નામના કર્મચારીએ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તેના મજુર ચતુરસીંગ, ટીંકુસીંગ, વિકાસકુમાર, શીશપાલસીંગ વિગેરેએ તેના તંબુ પાસે પેશાબ કરવાની ના પાડતા અશ્વિન ખુમાણ અને ગૌતમ નામના શખ્સોએ તેની સાથે બોલાચાલી કરી હતી.

બાદમા અજીત, શિવો, ઉમેશ તેમજ અજાણ્યા ત્રણ શખ્સો મળી આઠ શખ્સો કાર અને બાઇકમા અહી ધસી આવ્યા હતા. આ શખ્સોએ મજુર પર પાઇપ અને લાકડી જેવા હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...