અકસ્માત:રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક કાકરી ભરેલો ટ્રક પલટી જતાં 3 લોકો ઈજાગ્રસ્ત, 1 દુકાનમાં નુકસાન થયું

અમરેલી4 મહિનો પહેલા
  • સ્ટેટ હાઇવે ઉપર મોટો કાકરીનો ઢગલો થતા ટ્રાફિક જામ સર્જાયો

અમરેલી જિલ્લામાં નાના મોટા અકસ્માતો દિનપ્રતિદિન દરરોજ વધતા જાય છે. આજે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામના પાટિયા પાસે કાકરી ભરેલો ટ્રક આવતા સાઈડમાં ઉતારતા પલટી મારી ગયો અને બાજુમાં રહેલી 1 દુકાનમા ટક્કર વાગવાના કારણે દુકાનોનો પણ રીતસર ભૂકો બોલી ગયો હતો. અહીં કાકરી ભરેલો આખો ટ્રક પલટી મારતા કાકરી રોડ ઉપર ઢગલો થયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો. અહીં 3 લોકોને ઇજા થઇ હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ ને લઈ રાજુલા પોલીસ પણ દોડી આવી હતીરાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રક પલ્ટી મારેલો રોડ ઉપર હોવાને કારણે ટ્રાફિક સર્જાતા તેમને દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત કાકરી રોડ ઉપર છે તેને પણ દૂર ખસેડવામાં માટેની કવાયત શરૂ કરાય છે.

ગઈકાલે પણ અકસ્માતમાં 1 વ્યક્તિ નું મોત થયું હતુંગઈકાલે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક બોલેરો અને બુલેટ વચ્ચે અકસ્માત થતા બુલેટ ચાલક 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજયુ હતુ. ત્યારે આજે ફરી ટ્રક પલટી મારતા આજે પણ અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...