તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોધમાર વરસાદ:બાબરાના ગરણી ગામે સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, હનુમાન મંદિરમાં પાણી ભરાયા ગામમાં જળબંબાકારની સ્થિતિ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબરા શહેરમાં માત્ર 1 ઇંચ વરસાદ

અમરેલી જિલ્લાની ધીંગી ધરાને મેઘરાજા તૃપ્ત કરી રહ્યાં છે. કાગડાેળે વરસાદની રાહ જાેવાતી હતી ત્યારે અાવી પહાેંચેલી મેઘસવારીઅે જિલ્લામા અડધાથી લઇ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસાવી દીધાે છે. બગસરા પંથકમા સાડા ત્રણ, સાવરકુંડલામા બે, વડીયા, રાજુલા, બાબરા, ધારી અને ખાંભામા દાેઢ ઇંચ વરસાદ પડયાે હતાે. વરસાદના અા રાઉન્ડથી માેલાત સાેળે કળાઅે ખીલી ઉઠશે.

વરૂણ દેવે ખેડૂતાેની અાશા પુરી કરી છે અને અમરેલી જિલ્લામા વરસાદનાે નવાે રાઉન્ડ ધાેધમાર વરસી રહ્યાે છે. ખાસ કરીને જે વિસ્તારમા અગાઉથી અાેછાે વરસાદ હતાે. તેવા બગસરા પંથકમા વિશેષ મેઘમહેર થઇ છે. બગસરામા છેલ્લા ચાેવીસ કલાક દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયાે છે. વરસાદની અછતના અભાવે અા વિસ્તારમા માેલાતને માેટુ નુકશાન થઇ રહ્યું હતુ. તેવા સમયે ધનાધન મેઘસવારીથી હવે ખેતીવાડીનુ ચિત્ર પણ ઉજળુ બનશે અને પાણીનાે પ્રશ્ન પણ થાેડાે હળવાે થશે. અહી છેલ્લા ચાેવીસ કલાકમા 85 મીમી વરસાદ પડયાે છે. ખાસ કરીને રાત્રીના સમયે ધાેધમાર વરસાદ તુટી પડયાે હતાે.

ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થયો
ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થયો

અાવી જ રીતે સાવરકુંડલા પંથકમા પણ મેઘરાજાનુ હેત વરસી અાવતા અહી બે ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયાે હતાે. ચાેવીસ કલાકમા અહી 55મીમી વરસાદ નાેંધાયાે હતાે. જેના કારણે અા વિસ્તારની નદીઅાેમા ફરી પાણી દાેડયા હતા. શેલદેદુમલ ડેમમા નવા પાણીની અાવક થઇ હતી. ખાંભા પંથકમા પણ 41મીમી અેટલે કે દાેઢ ઇંચ વરસાદ નાેંધાયાે હતેા. ગીર જંગલમા પણ ભારે વરસાદ હાેવાના વાવડ મળેલ છે. તાે દરિયાકાંઠાના રાજુલા પંથકમા પણ 41મીમી અને જાફરાબાદમા 28મીમી વરસાદ પડયાે છે.

વડીયા પંથકમા પણ વરસાદની ઘટ અનુભવાતી હતી. જયાં 40મીમી અેટલે કે દાેઢ ઇંચ વરસાદ પડયાે છે. છેલ્લા ચાેવીસ કલાક દરમિયાન લાઠી અને લીલીયામા અેક-અેક ઇંચ વરસાદ પડયાે છે. બાબરા તથા અાસપાસના ગ્રામ્ય વિસ્તારમા દાેઢ ઇંચ વરસાદથી ધરતીપુત્રેા ઝુમી ઉઠયાં છે. ધારી તથા ગીરકાંઠાના અાસપાસના ગ્રામ્ય વિસ્તારમા દાેઢ ઇંચ વરસાદ નાેંધાયાે છે. અમરેલીમા ગઇસાંજે અને રાત્રે દાેઢ ઇંચ વરસાદ પડયા બાદ અાજે દિવસ દરમિયાન વધુ 5મીમી વરસાદ નાેંધાયાે હતાે. હજુ અાગામી ચાેવીસ કલાક સુધી વરસાદનાે અાવાે જ માહાેલ જળવાઇ રહેશે તાે ખેતીવાડી ક્ષેત્રે ઘણાે ફાયદાે થશે.

જિલ્લામાં 55 ટકા પર પહાેંચ્યાે વરસાદ
અમરેલી જિલ્લામા ચાેમાસાની સારી શરૂઅાત બાદ લાંબાે સમય વરસાદ ખેંચાતા સરેરાશની સરખામણીમા વરસાદની ભારે ઘટ અનુભવાતી હતી. છેલ્લા ચાેવીસ કલાક દરમિયાન મેઘમહેર ઉતરી અાવતા અાજે સાંજ સુધીમા જિલ્લામા સરેરાશ 55.29 ટકા વરસાદ નાેંધાઇ ચુકયાે છે.

4 ડેમમાં નવા પાણીની અાવક
ચાેવીસ કલાકમા પડેલા ભારે વરસાદને પગલે ધાતરવડી-1 ડેમમા 90 કયુસેકસ તથા ધાતરવડી-2 ડેમમા 200 કયુસેકસ પાણીની અાવક થઇ રહી છે. અાવી જ રીતે સુરજવડી ડેમમા 20 કયુસેકસ અને શેલદેદુમલ ડેમમા 210 કયુસેકસ પાણીની અાવક થઇ રહી છે.

ગરણી ગામે મંદીરમાં પાણી ભરાયા
બાબરા તાલુકાના ગરણીમા અાજે બે કલાકમા ધાેધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયાે હતાે. જેને પગલે અહીની સ્થાનિક કર્ણુકી નદીમા ઘાેડાપુર અાવતા બે કાંઠે વહી હતી. અનરાધાર વરસાદથી અહીના મંદિર તેમજ બજારાેમા પાણી પાણીની સ્થિતિ જાેવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...