વીડિયો વાઇરલ:લિલિયા તાલુકાના પીપળવામાં માતાજીના માંડવામાં 3 કોંગી MLAએ નોટોનો વરસાદ કર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગી MLAએ નોટોનો વરસાદ કર્યો. - Divya Bhaskar
કોંગી MLAએ નોટોનો વરસાદ કર્યો.
  • પોતાને ગરીબ ધારાસભ્ય ગણાવતા પરેશ ધાનાણીએ નોટોની થોકડીઓ ઉડાડી

લિલિયા તાલુકાના પીપળવા ગામે બે દિવસ પહેલાં આહીર સમાજ દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું, જેમા કોંગ્રેસના 3 ધારાસભ્યા દ્વારા રૂપિયાની છોળો ઉડાડવામા આવી હતી. એનો વીડિયો વાઇરલ થતાં લોકોમા ખાસ્સી ચર્ચા છે.

ધારાસભ્ય જાહેરમા પોતાને ગરીબ ઓળખાવતા
કોંગ્રેસના આ ધારાસભ્યો હાલમા સતા પક્ષમા નથી અને અવારનવાર પોતાને સતાધારી પક્ષના લોકો જેટલા સધ્ધર ગણાવતા નથી. વિપક્ષના પુર્વ નેતા પરેશ ધાનાણી તો પોતાને જાહેરમા જ ગરીબ ધારાસભ્ય અને બીપીએલ ધારાસભ્ય તરીકે ઓળખાવે છે. પરંતુ માતાજીના માંડવામા રૂપિયાની થોકડીઓ ઉડાડવામા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ કોઇ કચાસ રાખી ન હતી.

રાજકીય આગેવાનોનો નોટો ઉડાડતો વીડિયો વાઇરલ
આહિર સમાજ યોજીત આ માંડવામા ધારાસભ્ય પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી ઉપરાંત અંબરીશ ડેર અને અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ ધારાસભ્યોએ એકબીજાના માથા પરથી રકમ ઉતારી હવામા ઉડાવી હતી. હાલમા ત્રણેય ધારાસભ્યો નોટો ઉડાડતા હોય તેવો વિડીયો વહેતો થયો છે.

રકમ ધાર્મિક કાર્યક્રમમા ગઇ છે- પ્રતાપ દૂધાત
ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ અંગે દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે ધાર્મિક પ્રસંગોએ આ રીતે રકમ ઉડાડવાનો રીવાજ છે. તેમા કંઇ ખોટુ નથી. આ રકમ ધાર્મિક કાર્યો માટે જતી હોવાથી અહી નોટો ઉડાડી હતી.

અન્ય સમાચારો પણ છે...