મતદાન સુધારણા:જિલ્લામાં 29,857 નવા મતદારો ઉમેરાયા

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદાન યાદી ખાસ સંક્ષપ્તિ સુધારણા ઝુંબેશ
  • વિદ્યાર્થીઓ સુધી જાગૃતિ સંદેશ પહોચાડાયા
  • 1411 મતદાન મથકો પર કામગીરી કરાઇ
  • હજુ 46614 નવા મતદારોની નોંધણી બાકી, કુલ 108.51 ટકા કામગીરી

અમરેલી જિલ્લામા ભારતના ચુંટણી પંચ દ્વારા તારીખ 1/1/22ની લાયકાતની તારીખના સંદર્ભમા ફોટાવાળી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની ઝુંબેશ હાથ ધરાઇ હતી. જિલ્લામા 1411 મતદાન મથકો પર આ કામગીરી કરાઇ હતી. જેમા 18-19 વયજુથના 76471 નવા મતદારોના મેળવવાના ફાેર્મના લક્ષ્યાંકની સામે 29857 ફોર્મ મળ્યાં હતા. જો કે હજુ 46614 નવા મતદારાેની નાેંધણી બાકી છે. જિલ્લામા કુલ 77358ના લક્ષ્યાંકની સામે 83944 ફોર્મ મેળવી 108.51 ટકા કામગીરી કરાઇ હતી.ચુંટણી પંચ દ્વારા અમરેલી જિલ્લામા ગત માસે 1411 મતદાન મથકાેઅે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત કામગીરી કરવામા આવી હતી.

જિલ્લામા વધુને વધુ લાેકાે અા ઝુંબેશમા જાેડાય તે માટે ચુંટણી તંત્ર દ્વારા ખાસ પ્રવૃતિઅાે હાથ ધરાઇ હતી. નવા નામ ઉમેરવા માટે 41220ના લક્ષ્યાંકની સામે 38506 ફાેર્મ મેળવવામા અાવ્યા હતા. જેથી કુલ 93.42 ટકા કામગીરી કરવામા અાવી હતી. અા ઉપરાંત કુલ મેળવવાના થતા 77358ના લક્ષ્યાંકની સામે 83944 ફાેર્મ મેળવી 108.51 ટકા જેટલી કામગીરી કરવામા અાવી હતી. તેમજ વસતિ અાધારિત 18-19 વયજુથના નવા મતદારાેના મેળવવાના ફાેર્મના 76471 લક્ષ્યાંકની સામે 29857 ફાેર્મ મેળવી 39.04 ટકા જેટલી કામગીરી કરવામા અાવી હતી

.જિલ્લામા સમગ્ર ઝુંબેશ દરમિયાન 5 મતદાર નાેંધણી અધિકારીઅાેઅે તેમજ 33 મદદનીશ મતદાર નાેંધણી અધિકારીઅાેઅે ફરજ બજાવી હતી. અા ઉપરાંત જિલ્લામા સમાવિષ્ટ તમામ સરકારી અને બિન સરકારી શિક્ષકાેના સાેશ્યલ મિડીયા ગૃપના માધ્યમથી વિદ્યાર્થીઅાે સુધી જાગૃતિ સંદેશાઅાે પહાેંચાડવામા અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...