હોળી ધુળેટી પર્વે ખાસ કરીને ગ્રામિણ વિસ્તારમા દારૂના દુષણને ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વડીયા પોલીસે બાતમીના આધારે અહીના મોરવાડા ખડખડ માર્ગ પરથી વિદેશી દારૂની 297 અને બિયરની 45 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા.
વડિયા તાલુકો ત્રણ જિલ્લાની બોર્ડરનો વિસ્તાર હોવાથી સરહદી વિસ્તારમાંથી દારૂની હેરાફેરના કિસ્સા છાસવારે સામે આવતા હોય છે. જાણવા મળતી વિગતો મુજબ વડિયાના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે રાત્રીના સમયે મોરવાડાથી ખડખડ ગામ જવાના રસ્તે 297 બોટલ ઈંગ્લીશ દારૂ અને 45 બિયરના ટીન ઝડપી પાડ્યા હતા.
આ સાથે બે મોટર સાયકલ સાથે જયરાજ ધાધલ, હિતેશ બસીયા અને મયુર પુંજાભાઈ નામના શખ્સોને દબોચી લીધા હતા. જયારે લાલો ઉર્ફે મહેન્દ્ર રૂડાભાઈ રાજપૂત અને અન્ય શખ્સો ફરાર થઇ ગયા હતા. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આગળની કાર્યવાહી પીએસઆઇ ઓડેદરા અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. તસવીર-જીતેશગીરી ગોસાઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.