તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓછો વરસાદ:જિલ્લાના 290 ગામો પર તોળાતો દુષ્કાળનો ખતરો, એક સપ્તાહમાં વરસાદ નહી આવે તો કપરી સ્થિતિ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લીલિયા અને વડીયા તાલુકામાં 40 ટકાથી પણ ઓછો વરસાદ

અમરેલી જિલ્લામા ચાેમાસાની શરૂઅાત ભલે સારી રહી હાેય પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાઇ જતા દુષ્કાળ ડાેકીયા કરી રહ્યાે છે. ખાસ કરીને અમરેલી જિલ્લાના છ તાલુકાના 290 ગામાે અેવા છે જયાં પુરાે 40 ટકા પણ વરસાદ થયાે નથી. જયારે કેટલાક વિસ્તારમા તાે 30 ટકાથી અાેછાે વરસાદ થયાે છે. અેકાદ સપ્તાહમા વરસાદ નહી થાય તાે સાૈથી માેટુ નુકશાન મગફળીને થશે. અમરેલી જિલ્લાના ખેડૂતાે વરસાદની ઘટનાે સામનાે કરી રહ્યાં છે. ઉનાળાના અંતમા તાઉતે વાવાઝાેડા વખતે જુદાજુદા વિસ્તારમા બેથી લઇ છ ઇંચ સુધી વરસાદ થયાે હતાે.

પરંતુ ચાેમાસાનાે અારંભ થયાે ન હાેય વાવણીમા તેનાે કાેઇ ઉપયાેગ થયાે ન હતાે. ત્યારબાદ વાવણી વખતે ઠીકઠીક વરસાદ થયાે પરંતુ ત્યારબાદ હવે માેટાભાગના વિસ્તારમા વરસાદ ખેંચાયાે છે. અમરેલી જિલ્લામા અમરેલી અને લીલીયા તાલુકામા 75 ટકા કરતા વધુ વરસાદ છે અને પાકની સ્થિતિ સારી છે. બાબરા, રાજુલા અને કુંડલા તાલુકામા ઠીકઠીક સ્થિતિ છે. પરંતુ બાકીના છ તાલુકામા વરસાદની માેટી ઘટ છે. બગસરા તાલુકાના 32, ધારીના 77, જાફરાબાદના 43, ખાંભાના 57, લીલીયાના 36 અને વડીયાના 45 ગામ મળી કુલ 290 ગામાે પર દુષ્કાળ ઝળુંબી રહ્યાે છે.

આ વિસ્તારના ખેડૂતાેઅે મહદઅંશે મગફળી અને કપાસનુ વાવેતર કર્યુ છે. સાૈથી મેાેટાે ખતરાે મગફળી પર છે. અને જાે વરસાદ વધુ લંબાશે તાે કપાસમા પણ માેટુ નુકશાન થશે. અા તમામ છ તાલુકામા 40 ટકાથી પણ અાેછાે વરસાદ થયાે છે. બગસરા તાલુકામા તાે 29.72 ટકા વરસાદ થયાે છે. જયારે જાફરાબાદ તાલુકામા 31.09 ટકા અને વડીયા તાલુકામા 33.29 ટકા સિઝનનાે વરસાદ થયાે છે. કાેરાેના મહામારી અને વાવાઝાેડાનાે માર અમરેલી જિલ્લાના ખેડૂતાેને સાૈથી વધુ પડયાે છે. ત્યારબાદ હવે દુષ્કાળ ડાેકીયા કરી રહ્યાે હાેય અા વિસ્તારના ખેડૂતાેમા ચિંતા પેસી છે.

વરસાદ માટે તરસતા બગસરા વડિયાના ખેડૂતાે
બગસરા અને વડીયા પંથકમા સાૈથી અાેછાે વરસાદ પડયાે છે. અહી ભુતળમા પણ પાણીની સ્થિતિ ખરાબ છે. વાવાઝાેડા વખતે પણ સાૈથી અાેછાે વરસાદ અા વિસ્તારમા થયાે હતાે અને ત્યારબાદ ચાેમાસાનાે વરસાદ પણ અા વિસ્તારમા જ સાૈથી અાેછાે છે. જેથી જગતનાે તાત અાકાશ તરફ મીટ માંડીને બેઠાે છે.

ધાનાણીઅે ઉઠાવી પાંચ માંગણી
વિપક્ષના નેતા પરેશ ધાનાણીઅે અાજે મુખ્યમંત્રીને પત્ર પાઠવી જુદીજુદી પાંચ માંગણી ઉઠાવી હતી. ખેતીવાડીમા પાક બચાવવા સતત 24 કલાક વિજળી અાપવી, જયાં પાક મુરઝાયાે છે ત્યાં સર્વે કરી સાે ટકા વળતર અાપવુ, વાવાઝાેડા અસરગ્રસ્ત વિસ્તારમા વિજળી ચાલુ કરવી, પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી અને જયાં મુશ્કેલી હાેય તે વિસ્તારમા પીવાના પાણીની વ્યવસ્થા કરવા તેમણે માંગ કરી છે.

કુવા અને બાેરમાં પણ પાણી નથી : ભગવાનભાઇ
સરકારી પીપળવાના ભગવાનભાઇ ગરણીયાઅે જણાવ્યું હતુ કે અેક માસથી વરસાદ ન હાેય માેલાત મુરઝાઇ ગઇ છે. ગામમા માત્ર 10 ટકા બાેર અને કુવાઅાેમા પાણી છે. દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઇ છે. વિજળીના પણ ધાંધીયા છે.

અન્ય સમાચારો પણ છે...