ચોરી:અમરેલીના નાના ભંડારિયામાં રહેણાંકમાં 28 હજારની ચાેરી

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરાેએ રાેકડ, ચાેખા, ઘઉં સહિત મુદ્દામાલ ઉઠાવ્યો

અમરેલી તાલુકાના નાના ભંડારીયામા અેક રહેણાંકમા તસ્કરાે ત્રાકટયા હતા. અહીથી તસ્કરાે રાેકડ, ચાેખા, ઘઉં, વાસણ સહિત 28600ના મુદામાલની ચાેરી કરીને લઇ જતા અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

રહેણાંકમા ચાેરીની અા ઘટના અમરેલીના નાના ભંડારીયામા બની હતી. અહી રહેતા ભાેળાગીરી અાણંદગીરી ગાેસાઇ (ઉ.વ.44) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તારીખ 9/11ના રાેજ રાત્રીના સુમારે તેના ઘરમા પતરાની પેટીમા રાખેલ 10 હજાર રાેકડા, ત્રણ મણ ચાેખા, ઘઉ, વાસણ સહિત તસ્કરાે ચાેરી કરીને લઇ ગયા હતા. તસ્કરાે અહીથી કુલ રૂપિયા 28600નાે મુદામાલ ઉઠાવી ગયા હતા. બનાવ અંગે પીઅેસઅાઇ અે.જી.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...