તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:અમરેલી જિલ્લાના પાંચ તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 28 કરોડના માર્ગોના કામ મંજૂર

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા માર્ગના કામો મંજૂર કરાયા

અમરેલી જિલ્લામા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયાના રૂ. 14 કરોડ તેમજ જાફરાબાદ, રાજુલા અને ખાંભા તાલુકામાં રૂ. 14 કરોડના માર્ગોના કામો એમ કુલ મળી જિલ્લામાં રૂ. 28 કરોડના માર્ગોના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ભૂવાથી ધાર રોડ, ઠવી-દંડલેશ્વર મહાદેવ ગોરી ટોપરા રોડ, લીખાળા-ગોરડકા રોડ એમ ત્રણ રોડને કાચાથી ડામર રોડ કરવામાં આવશે. તેમજ અંટાળીયા સાજન ટીમ્બા હરીપર રોડને પહોળા કરવાની કરવામાં આવશે.

આ પ્રમાણે જાફરાબાદ, રાજુલા અને ખાંભા તાલુકાના વડલી-નાના રીંગણીયાળા રોડ, સાળવા- આંબલીયાળા રોડ, પીછડી-મોટાબારમણ રોડ, ચાંચબંદરથી અઠારાપરા વિસ્તાર રોડ, પાટી માણસા જામકા રોડ, રાજુલા જુની માંડરડી રોડ, ભેરાઈ-ઠવી વિસ્તાર રોડ એમ કુલ સાત રોડને કાચા થી ડામર રોડ કરવામાં આવશે. તેમજ બારપટોળી કાગવદર રોડ અને પીપરીયા સમઢીયાળા રોડને પહોળા કરવાની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...