ચુંટણી:રાજુલા અને જાફરાબાદના 2.74 લાખ મતદારો 15 ઉમેદવારોનું ભાવી ઘડશે

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 80 હજાર કોળી અને 58 હજાર આહિર મતદારો પર નજર
  • ત્રણ તાલુકામાં 303 બુથ પર યોજાશે મતદાન

દરિયાકાંઠાની રાજુલા જાફરાબાદ સીટ પર બે બળીયાની લડાઇ જામી છે. બે બળીયાની લડાઇમા ત્રીજો ફાવે છે કે કેમ તે તો સમય જ કહેશે. અહી આ સીટ પર કુલ 2,74,696 મતદારો છે. અને આ સીટ પર જિલ્લામા સૌથી વધુ 15 ઉમેદવારો મેદાનમા છે. ચુંટણી જંગનો નિર્ણય કોળી અને આહિર સમાજના મતદારોના હાથમા છે.

આ સીટ પર ભાજપે કેાળી સમાજના આગેવાન અને જુના જોગી હિરાભાઇ સોલંકીને મેદાનમા ઉતાર્યા છે. તો કોંગ્રેસે આહિર સમાજના અગ્રણી અંબરીશભાઇ ડેરને રીપીટ કર્યા છે. આમ આદમી પાર્ટીએ પણ આહિર સમાજના ભરતભાઇ બલદાણીયાને ટીકીટ આપી છે. સીટ પર સૌથી વધુ 80 હજાર મતદારો કોળી સમાજના છે.

જયારે 58 હજાર મતદારો આહિર સમાજના છે. જેમા સૌથી વધુ 35 હજાર પંચોળી આહિર અને 13 હજાર વણાર આહિર છે. આ ઉપરાંત નાઘેરા આહિર અને સોરઠીયા આહિરની પણ અહી વસતિ છે. સીટ પર 303 બુથ પર મતદાન થશે. આ બુથ 179 સ્થળોએ ઉભા કરવામા આવશે.

1,41,477 પુરૂષ મતદારો અને 1,34,219 સ્ત્રી મતદારો મળી કુલ 2,74,696 મતદારો 15 ઉમેદવારોનુ ભવિષ્ય ઇવીએમમા સીલ કરી દેશે. 303 બુથ પૈકી રાજુલા તાલુકામા 161 બુથ, જાફરાબાદ તાલુકામા 92 બુથ અને ખાંભા તાલુકામા 45 બુથ આવેલા છે. અમરેલી જિલ્લામા મતદારોનુ માઇગ્રેશન મોટો પ્રશ્ન છે. પરંતુ રાજુલા જાફરાબાદ સીટમા સૌથી ઓછુ માઇગ્રેશન જોવા મળે છે.

સીટ પર મતદારો અને બુથની સંખ્યા

પુરૂષ મતદાર

1,41,477

સ્ત્રી મતદાર

1,34,219

કુલ મતદાર

2,74,696

મતદાન મથકો303
મતદાનના સ્થળો179
સખી બુથ7

આ સીટ પર શું છે જ્ઞાતિનું ગણિત?

કોળી80000
આહિર58000
પટેલ17000
દલિત19000
ક્ષત્રિય13000
લઘુમતી19000
બ્રાહ્મણ17000
ખારવા9000

છેલ્લી ચાર ચૂંટણીનંુ શું રહ્યું પરિણામ ?

વર્ષવિજેતા ઉમેદવારપરાજીત ઉમેદવારલીડ
2017અંબરીશ ડેર (કોંગી)હિરાભાઇ સોલંકી (ભાજપ)12719
2012હિરાભાઇ સાેલંકી (ભાજપ)બાબુભાઇ રામ (કોંગી)18710
2007હિરાભાઇ સોલંકી (ભાજપ)નાયાભાઇ ગુજર (કોંગી)32330
2002હિરાભાઇ સોલંકી (ભાજપ)મધુભાઇ ભુવા (કોંગી)37062

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...