કાર્યવાહી:ખેરા, નિલવડામાંથી વિદેશી દારૂની 274 બોટલ ઝડપાઇ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે કુલ 72,229નો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃતિને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી છે. ત્યારે પોલીસે બાબરાના નિલવડા અને રાજુલાના ખેરામા રહેણાંકમાથી વિદેશી દારૂની 274 બોટલ ઝડપી લઇ બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.બાબરા પોલીસે બાતમીના આધારે નિલવડા ગામે એક વાડીમા આવેલ મકાનમા દારૂ અંગે દરોડો પાડયો હતો. પોલીસને અહીથી જુદીજુદી બ્રાંડની વિદેશી દારૂની 69 બોટલ મળી આવી હતી.

પોલીસે અહીથી 8589નો મુદામાલ કબજે લઇ ઉદય બાબભાઇ ધાધલ નામના શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ આર.બી.પાનસુરીયા ચલાવી રહ્યાં છે.જયારે મરીન પીપાવાવ પોલીસે અહીના ખેરામા એક રહેણાંકમા દરોડો પાડતા પોલીસને અહીથી વિદેશી દારૂની 205 બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે લાલજી મોહનભાઇ ગુજરીયા નામના શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીથી 63640નો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...