તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:અમરેલી જિલ્લામાં કોરોનાના નવા 27 કેસ, શહેરમાં વધુ 9 કેસ

અમરેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોરઠમાં વધુ 53 કેસ પોઝિટીવ અને એકનું મોત

અમરેલી જિલ્લામા આજે કોરોનાના વધુ 27 કેસ નોંધાયા હતા. જે પૈકી 9 કેસ અમરેલી શહેરમા નોંધાયા હતા. અમરેલી જિલ્લામા કુલ કેસની સંખ્યા 1698 પર પહોંચી છે. કોરોનાના રોગચાળાને નાથવા તંત્ર મથી રહ્યું છે. પરંતુ તંત્રના દરેક પગલા ટુંકા પડી રહ્યાં છે. પાછલા કેટલાક સમયથી કોરોનાના કેસની સંખ્યામા કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. બલકે સંખ્યા સતત વધી રહી છે. આજે અમરેલી જિલ્લામા કોરોનાના વધુ 27 કેસ સામે આવ્યા હતા. અમરેલીના ટાવર ચોકમા રહેતી 25 વર્ષીય યુવતી, વૃંદાવન સોસાયટીમા રહેતા 58 વર્ષીય આધેડ, શાસ્ત્રીનગરમા રહેતા 61 વર્ષીય વૃધ્ધ, જેશીંગપરામા રહેતા 80 વર્ષીય અને 62 વર્ષીય વૃધ્ધ, હનુમાનપરામા રહેતા 65 વર્ષીય વૃધ્ધા, રોકડીયાપરામા રહેતા 52 વર્ષીય આધેડ, સુખનાથપરામા રહેતા 58 વર્ષીય આધેડ અને બ્રાહ્મણ સોસાયટીમા રહેતા 73 વર્ષીય વૃધ્ધ કોરોનાગ્રસ્ત થયા છે.

બીજી તરફ સાવરકુંડલામા 20 વર્ષીય યુવાન અને 27 વર્ષીય યુવાન, કાણકીયા કોલેજ પાસે રહેતા 66 વર્ષીય વૃધ્ધ, ખાદી કાર્યાલય પાસે રહેતા 53 વર્ષીય આધેડ, ખાંભાના નેસડી ગામે રહેતા 73 વર્ષીય વૃધ્ધ, વંડાના 57 વર્ષીય મહિલા, રાજુલાના 52 વર્ષીય આધેડ, લાઠીના ટોડા ગામના 54 વર્ષીય આધેડ, ધારીના 75 વર્ષીય વૃધ્ધ અને 55 વર્ષીય મહિલા, મોટી કુંકાવાવના 52 વર્ષીય આધેડ, બગસરાના અમરપરામા રહેતા 60 વર્ષના વૃધ્ધા, બગસરાના 60 વર્ષના વૃધ્ધા, બાબરાના 58 વર્ષીય આધેડ, રાજુલાના ભેરાઇ રોડ પર રહેતા 33 વર્ષીય યુવાન, લાઠીના 52 વર્ષીય પ્રાૈઢા અને મોટી કુંકાવાવના 49 વર્ષીય આધેડ અને 29 વર્ષીય મહિલાનો કોરોના રીપેાર્ટ પોઝીટીવ આવ્યો છે. વધુ 27 કેસ સાથે જિલ્લામા કુલ કેસની સંખ્યા 1698 પર પહોંચી છે. આજે 28 દર્દીને રજા અપાઇ હતી. હાલમા 243 દર્દી સારવાર લઇ રહ્યાં છે.

સોરઠમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. બુઘવારે વધુ 53 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 45 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે ગિર સોમનાથમાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.દરમિયાન જૂનાગઢના પૂર્વે મેયર આદ્યાશક્તિબેન મજમુદારને કોરોના પોઝિટીવ આવ્યો છે. જ્યારે કેશોદ નગરપાલિકાના 8 કર્મીઓને પણ કોરોના વળગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...