તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અમરેલી જિલ્લામાં આઠ સ્થળે પરથી 27 જુગારી ઝડપાયા

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે કુલ રૂપિયા 36350નો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે જુદાજુદા અાઠ સ્થળે દરાેડાે પાડી 27 જુગારીને ઝડપી લીધા હતા. પાેલીસે કુલ રૂપિયા 36350નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાેલીસે જાફરાબાદના વઢેરામાથી જાહેરમા જુગાર રમી રહેલા જુસબ મનસુરી, રાજા વાઘેલા, કરણ બાંભણીયા, લાલજી બાંભણીયા અને ભરત વાઘેલાને ઝડપી લઇ 1880ની મતા કબજે લીધી હતી.

જયારે દામનગરમા જસુબેન ચારાેલા, ચંપાબેન પરમાર, વિજુબેન મકવાણા, જયાબેન ભેસાણીયાને જુગાર રમતા ઝડપી લઇ 1030ની મતા કબજે લીધી હતી. અા ઉપરાંત પાેલીસે અહીના નારાયણનગરમાથી પરશાેતમ ડાભી સહિત ત્રણ જુગારીને ઝડપી લઇ 13520ની મતા કબજે લીધી હતી. જયારે રાજુલાના હિંડાેરણામા જાહેરમા જુગાર રમી રહેલા મહેશ કવાડ સહિત બે શખ્સાેને 1530ની મતા સાથે ઝડપી લીધા હતા. અમરેલીમા રાેકડીયાપરામાથી પ્રકાશ ઝીંઝુવાડીયા સહિત ત્રણ શખ્સાેને પણ જુગાર રમતા ઝડપી લઇ 880ની મતા કબજે લીધી હતી.

ચાંદગઢમાથી કાનાે થળેસા સહિત ત્રણ શખ્સાેને 950ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. નાની કુંડળમાથી છબીલ મકવાણા સહિત ચાર શખ્સાે, અાંબામાથી અાકાશ સાેલંકી સહિત ત્રણ શખ્સાે પણ જુગાર રમતા ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...