મતદાન:અમરેલી જિલ્લા ખાતે 12-ડીના 26,738 ફોર્મનું વિતરણ કરાયું

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 80 વર્ષથી વયુ વય ધરાવતા હોય તેમજ દિવ્યાંગ મતદારોને મતદાન માટે સુવિધા અપાશે

અમરેલી જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન 80 વર્ષથી વધુ વય ધરાવતા હોય તેવા વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારોને વિવિધ સુવિધાઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. 80ની વય ધરાવતા વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી સરળતાથી મતદાન કરી શકે અને તેમને શક્યત: ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવા આશયથી જિલ્લા ચૂંટણી તંત્ર અને નોડલ ઓફીસર (અક્ષમ મતદારો) જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમરેલી દ્વારા વિવિધ સહુલિયત માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

અમરેલી જિલ્લા ખાતે આશરે 300 જેટલી વ્હીલચેર/ટ્રાઇસિક્લ મતદારની માંગણીને આધારે મતદાન મથક પર મૂકવામાં આવશે. વધુમાં મતદારોની માંગણી મુજબ ટ્રાન્સપોર્ટેશન, સહાયકની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવનાર છે. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ પોલીંગ સ્ટાફને અક્ષમ મતદારો સાથે કરવાના વાણી વ્યવહાર અને સુવિધા અંગેની તાલીમ પણ આપવામાં આવી છે. વધુમાં અક્ષમ મતદારો ઘરબેઠા મતદાન કરી શકે તેવા હેતુથી જિલ્લામાં કુલ 26738 જેટલા 12-ડીના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ. છે તેમ નોડલ ઓફીસર (અક્ષમ મતદારો) અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ખેરે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...