કોરોના મહામારી:જિલ્લામાં કોરોનાના વધુ 26 કેસ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી શહેરમાં સાત અને કુંડલા પંથકમાં પાંચ કેસ: હાલ 254 સારવારમાં

કોરોનાએ અમરેલી જિલ્લાના દરેક વિસ્તારમાં પોતાની જાળ બિછાવી છે. રોજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ 26 પોઝિટિવ કેસ આવ્યા હતા. જે પૈકી અમરેલી શહેરમાં સાત કેસ નોંધાયા હતા. અમરેલી શહેરમાં ઓમનગરમાં રહેતા 55 વર્ષીય મહિલા, રઘુવીર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય યુવાન, ગંગાપાર્ક સોસાયટીમાં રહેતા 30 વર્ષીય યુવાન, જશોદાનગરમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધા, ચક્કરગઢ રોડ પર રહેતા 65 વર્ષીય વૃદ્ધા, જેસિંગપરામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા કોરોના ગ્રસ્ત થયા છે. આવી જ રીતે અમરેલી તાલુકાના ઈશ્વરીયા ગામના 32 વર્ષીય યુવાન, મોટા ભંડારીયાના 75 વર્ષના વૃદ્ધ, જશવંતગઢના 72 વર્ષના વૃદ્ધ, લાલાવદરના 76 વર્ષના વૃધ્ધા અને નવા ખીજડીયાના 65 વર્ષીય વૃદ્ધા પણ કોરોનાગ્રસ્ત થયા છે. બીજી તરફ સાવરકુંડલાના 33 વર્ષીય યુવાન, સાધના સોસાયટીના 60 વર્ષના વૃધ્ધા, હાથસણી રોડ પર રહેતા 65 વર્ષીય વૃદ્ધ, દેવળા ગેટ પર રહેતા 66 વર્ષીય વૃદ્ધ, મોલડી ગામના 70 વર્ષના વૃદ્ધને કોરોનાનું નિદાન થયું છે. જ્યારે ખાંભાના ડેડાણના 35 વર્ષીય યુવાન, ધારીના ફાચરીયાના 70 વર્ષના વૃધ્ધા, બાબરામાં હવેલી શેરીમાં રહેતા 42 વર્ષિય યુવાન, લાઠીના 70 વર્ષના વૃદ્ધ, મહાવીરનગરમાં રહેતા 65 વર્ષના વૃદ્ધા, લીલીયાના હરીપરાના 70 વર્ષના વૃધ્ધા, ખારા ગામના 65 વર્ષના વૃધ્ધા અને બાબરાના 74 વર્ષના વૃદ્ધા કોરોનાગ્રસ્ત થયા છે. નવા 26 કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 1724 પર પહોંચી છે. આજે 14 દર્દીને રજા અપાઈ હતી. હાલમાં કુલ 254 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...