મતદાન:11 ઉમેદવારોમાંથી પ્રતિનિધી પસંદ કરશે 2.54 લાખ મતદારો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 88 હજાર પટેલ મતદારો નિર્ણાયક ભૂમિકામાં
  • સાવરકુંડલા સીટ પર 296 બુથ પર યોજાશે મતદાન

સાવરકુંડલા લીલીયા વિધાનસભા સીટ પાટીદારોનો ગઢ છે. આ સીટ પર હાલમા 11 ઉમેદવારો મેદાનમા છે. અને અહીના 2.54 લાખ મતદારોના હાથમા આ ઉમેદવારોનુ ભવિષ્ય છે. ચુંટણી ગમે તે હોય રાજકીય પક્ષો પાટીદાર ઉમેદવારો પર પસંદગી ઉતારે છે. આ ચુંટણીમા પણ ભાજપ, કોંગ્રેસ તથા આપ એમ ત્રણેય મુખ્ય પક્ષોએ પાટીદાર ઉમેદવાર પર પસંદગી ઉતારી છે.

સાવરકુંડલા અને લીલીયા વિસ્તારની બનેલી આ સીટ પર 1,31,891 પુરૂષ મતદારો અને 1,22,320 સ્ત્રી મતદારો તથા 8 અન્ય જાતિના મતદારો મળી કુલ 2,54,219 મતદારો છે. વહિવટી તંત્ર દ્વારા 1 ડિસેમ્બરના રોજ આ સીટ પર 296 બુથ ખાતે મતદાન યોજવામા આવશે. આ બુથ 173 સ્થળે ઉભા કરવામા આવશે.

સાવરકુંડલા વિસ્તારમા તંત્ર દ્વારા 7 સખી બુથ, 1 વિકલાંગ સંચાલિત બુથ, 1 મોડેલ પોલીંગ બુથ અને 1 ઇકો ફ્રેન્ડલી બુથ તૈયાર કરવામા આવશે.સાવરકુંડલા સીટમા 64 બુથ લીલીયા તાલુકાના હશે. જયારે 223 બુથ સાવરકુંડલા તાલુકાના હશે. આ ઉપરાંત 9 બુથ જેસર તાલુકાના પણ હશે.

અહી મુખ્ય ત્રણ પક્ષો ઉપરાંત 2 પ્રાદેશિક પક્ષો અને 5 અપક્ષ ઉમેદવાર મેદાનમા છે. આ વિસ્તારમાથી મોટા પ્રમાણમા લોકો સુરત, અમદાવાદ જેવા શહેરોમા ધંધાર્થે સ્થાયી થયા છે. તેના કારણે પણ મતદાન પર અસર પડી શકે છે. મતદારો તો ઠીક પણ ભાજપના ઉમેદવાર પણ ધંધાર્થે અમદાવાદમા અને કોંગ્રેસના ઉમેદવાર ધંધાર્થે સુરતમા સ્થાયી થયેલા છે.

સીટ પર મતદારો અને બુથની સંખ્યા

પુરૂષ મતદાર

1,31,891

સ્ત્રી મતદાર

1,22,320

અન્ય જાતિ8
કુલ મતદાર

2,54,219

મતદાન મથકો296
મતદાનના સ્થળો173

આ સીટ પર શું છે જ્ઞાતિનું ગણિત?

પાટીદાર88000
કોળી29000
દલિત30000
લઘુમતી18000
આહિર14000
બ્રાહ્મણ16000
લોહાણા8000
ભરવાડ-રબારી12000

છેલ્લી ચાર ચૂંટણીનું શું રહ્યું પરિણામ ?

વર્ષવિજેતા ઉમેદવારપરાજીત ઉમેદવારલીડ
2017પ્રતાપ દુધાત (કોંગી)કમલેશ કાનાણી (ભાજપ)8531
2012વી.વી.વઘાસીયા (ભાજપ)પ્રતાપ દુધાત (કોંગ્રેસ)2384
2007કાળુ વિરાણી (ભાજપ)દિપક માલાણી (કોંગ્રેસ)17334
2002કાળુ વિરાણી (ભાજપ)નવીનચંદ્ર રવાણી (કોંગ્રેસ)11130

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...