સર્વે:રાજુલા, જાફરાબાદ અને ખાંભામાં ટીબીના 250 દર્દી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ઉદ્યોગોની મદદ લઇ દર્દીઓ માટે કીટ વિતરણ કરવી જરૂરી
  • સુપરવાઇઝર અને કીટની વ્યવસ્થા કરાવવા તંત્રને રજુઆત

રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકામા ટીબીના 250થી વધુ દર્દી છે. પરંતુ આ દર્દીઓ માટે પુરતી આરોગ્ય સુવિધા ન હોય અહી સુપરવાઇઝરની નિમણુંક કરી દર્દીઓ માટે કીટની વ્યવસ્થા કરાવવા તાલુકા સંઘના પ્રમુખે માંગ કરી છે. રાજુલા ખાંભા તાલુકા સંઘના પ્રમુખ જીજ્ઞેશભાઇ પટેલે આ મુદે સરકારમા રજુઆત કરી છે. સરકાર દ્વારા ટીબી નાબુદ થાય તે માટે યોજના બહાર પાડવામા આવી છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા ખર્ચ ન થાય તેવી ખાસ યોજના બહાર પડાઇ છે. પરંતુ સ્થાનિક તંત્ર સરકારની આ યોજનાને સાકાર થવા દેતુ નથી. આ ત્રણ તાલુકામા ટીબીના 250થી વધુ દર્દી છે.

જાફરાબાદમા ટીબીના 50 દર્દી છે. ખાંભા તાલુકામા પણ આટલા જ દર્દી છે અને રાજુલામા 150 દર્દી છે. આ દર્દીને 6 થી 18 મહિના દવા લેવી પડે છે. પરંતુ દર્દીઓને પુરતી દવા મળતી નથી. આ વિસ્તારમા સુપરવાઇઝરની સંખ્યામા પણ વધારો કરવાની જરૂર છે. જેથી આ વિસ્તારના 200 જેટલા ગામડામા સર્વે થઇ શકે.

હાલમા ત્રણ તાલુકા વચ્ચે બે સુપરવાઇઝર છે. આ વિસ્તારના દર્દીઓ ગરીબ હોય અહીના મોટા ઉદ્યોગોની મદદ લઇ દર્દીઓ માટે જરૂરી કીટ બનાવી તેનુ વિતરણ થાય તેવુ આયોજન થવુ જોઇએ. આ ઉપરાંત દર્દીઓની વ્યવસ્થિત દેખરેખ થાય અને પુરતી દવાઓ મળે તે માટે સુપરવાઇઝરની પણ નિમણુંક થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...