તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ સમાચાર:અમરેલીના ઇશ્વરીયા ગામમાં વિનામૂલ્ય કોવિડ સેન્ટરમાં 11 દિવસમાં 25 દર્દી સાજા થયા, એક પણ મોત નહિં

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામમાં ચાલુ કરાયેલ કોવિડ સેન્ટરમાં આરોગ્યને લઈ વિનામૂલ્ય તમામ પ્રકારની સુવિધા અપાય છે. સાથે સાથે 50 બેડની હોસ્પિટલમાં હાલમાં 45 દર્દી સારવાર લઈ રહ્યાં છે. 11 દિવસ દરમ્યાન 25 દર્દી કોરોના સામે માત આપી સાજા થઇ ઘરે ગયા છે. તથા એક પણ દર્દીનું હજુ સુધી મોત થયું નથી.

કડવા પાટીદાર સમાજ આયોજીત વિનામૂલ્ય 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ

કોરોનાના કપરાકાળ દરમ્યાન સામાજિક, રાજકીય સંસ્થા અનેક જિલ્લા, તાલુકા, ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના દર્દીની વ્હારે આવી માનવતા બતાવી રહી છે. જ્યારે હાલની સ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ દયનિય બની રહી છે. તેવા સમયે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ગામ અમરેલી તાલુકાના ઇશ્વરીયા સેફોન વર્લ્ડ સ્કૂલ ખાતે અમરેલી જિલ્લા કડવા પાટીદાર સમાજ આયોજીત વિનામૂલ્ય 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયુ છે. અહીં આરોગ્યને લઈ દર્દીને તમામ પ્રકારની સુવિધા મળી રહી છે. ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેક્શન, એમ.ડી.જેવા નિષ્ણાંત તબીબો, 24 કલાક દર્દીઓની સારવાર ડોકટર દ્વારા કરાઇ રહી છે. તથા રેહવા જમવા ભોજનની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા વિનામૂલ્ય કરાય છે.

વિનામૂલ્ય તમામ પ્રકારની સુવિધા અપાય છે

અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામમાં ચાલુ કરાયેલ કોવિડ સેન્ટરમાં આરોગ્યને લઈ વિનામૂલ્ય તમામ પ્રકારની સુવિધા અપાય છે. સાથે સાથે 50 બેડની હોસ્પિટલમાં હાલમાં 45 દર્દી સારવાર લઈ રહ્યાં છે. 11 દિવસ દરમ્યાન 25 દર્દી કોરોના સામે માત આપી સાજા થઇ ઘરે ગયા છે. તથા એક પણ દર્દીનું હજુ સુધી મોત થયું નથી.

અન્ય સમાચારો પણ છે...